________________ પાપસ્થાનકોને ત્યાગ કરવાની તીવ્ર ઇચ્છા કેટલી? अट्ठारसवंजणाउल - अष्टादशव्यञ्जनाकुल (त्रि.) (અઢાર પ્રકારના શાકથી વ્યાપ્ત છે તે, સુપાદિ અઢાર જાતના વ્યંજનોથી ભરપૂર) અઢાર પ્રકારની વસ્તુઓના ભેદોનું વર્ણન ચંદ્રપ્રજ્ઞપ્તિસૂત્રમાં આ પ્રમાણે છે 1. દાળ 2. ભાત 3. વ્યંજન 4-6 ત્રણ પ્રકારના માંસ 7. મદ્દો-છાશ 8, કઢી 9. મીઠાઈ 10. ગોળપાપડી 11. સૂરણ-શાક વિશેષ 12. હરિતક-શાક વિશેષ 13. ભાજી 14, પાક વિશેષ 15. પેય દ્રવ્ય વિશેષ 16. પાણી 17, રાબ વગેરે 18. વડા કે તરકારી વિશેષ. अद्वारसविहिप्पयारदेसीभाषाविसारय- अष्टादशविधिप्रकारदेशीभाषाविशारद (प., स्त्री.) (અઢાર જાતિની વિધિના પ્રકારોના પ્રચારવાળી દેશભેદથી વર્ણભેદવાળી દેશીભાષામાં વિશારદ-પંડિત, અઢાર પ્રકારની ભિન્નતાવાળી દેશી ભાષાનો જાણકાર) અઢાર પ્રકારના ભેદોવાળી દેશીભાષામાં પ્રવીણ અને ગીત, રતિ, ગંધર્વ નટ-નાટક તથા ઘોડા પર બેસી યુદ્ધ કરવામાં કશળ પંડિત પુરુષનું વર્ણન જ્ઞાતાધર્મકથાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના પ્રથમ અધ્યયનમાં કરવામાં આવેલું છે. अट्ठारससीलंगसहस्स - अष्टादशशीलाङ्गसहस्त्र (न.) (અઢાર હજાર શીલના ભેદ-પ્રકાર) | જિનશાસનમાં શ્રમણધર્મના પ્રતિપાલન રૂપે શીલ અર્થાત, ચારિત્રપાલનના અઢાર હજાર અંશો બતાવ્યા છે. તેમાં બાહ્યવત્તિથી કે કલ્પપ્રતિસેવનથી ન્યૂનપણું હોઈ શકે પરંતુ, ભાવથી કે પરિણામથી ધ્રુવે કરી પરિપૂર્ણતા જોઈએ તેમ આગ્રહપૂર્વક જણાવાયું છે. મનસા - અષ્ટાવશોળ (ત્રી.) કુંભારાદિ અઢાર વર્ણ, અઢાર પ્રકારના વર્ગ, નવ ના અને નવકાર મળી અઢાર વર્ણ) જબૂદીપપ્રજ્ઞપ્તિસૂત્રમાં નવ પ્રકારના નાના નામો આ રીતે મળે છે. 1. કુંભકાર 2. પડહવાદક 3. સુવર્ણકાર 4. સૂચકાર છે. ગંધકાર 6, કાસવગા 7. માણાકાર 8, કર્મકર અને 9, તંબોળી. જયારે નવ જાતના કાસના નામો આ પ્રમાણે મળે છે 1. ચર્મકાર 2. યંત્રપલક 3. ગંછિઆ 4. છિપક પ. કંસારા 6 સીવગ 7. ગુઆર 8. ભીલ-ધીવર અને 9, વર્ણકાર. આમાં ચિત્રકારાદિનો સમાવેશ થઈ જાય છે. અટ્ટાસિય - અષ્ટાવશવ (ત્રિ.). (અઢાર વર્ષના પ્રમાણવાળું, અઢારવર્ષ) આજના જમાનામાં અઢારવર્ષે વ્યક્તિ પુર્ણતા પામે છે પણ વીતેલા જમાનામાં તો પંદર-સોળ વર્ષે માણસ પુર્ણતા પ્રાપ્ત કરી લેતો હતો. એટલું જ નહીં પણ અભયકુમારની જેમ રાજ્યનો કારોબાર વહન કરવામાં પણ કુશળતા હસ્તગત કરી લેતો હતો. अट्ठालोभि (ण)- अर्थालोभिन् (त्रि.) (અર્થલોલુપ, દ્રવ્યનો લોભી, લાલચ) આચારાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધમાં જણાવાયું છે કે, અર્થલોલુપ વ્યક્તિ સમય-સમય જોયા વગર રાત-દિવસ અર્થની પાછળ લાગેલો રહે છે. ધનની લાયમાં તે સતત સંતપ્ત રહે છે અને છેવટે આર્ત-રૌદ્ર ધ્યાનમાં મૃત્યુ પામી પોતાની દુર્ગતિ વહોરી લે છે. અઠ્ઠાવાઇ -- 3 (4) પઝાશત્ (ત્રી.) (અઠ્ઠાવન, ૫૮ની સંખ્યા) સમવાયાંગસૂત્રમાં નરકાવાસોની સંખ્યાનો વ્યપદેશ કરાયેલો છે જેમાં પ્રથમ, દ્વિતીય અને પાંચમી નારકના આવાસોની સંખ્યા ક્રમશઃ ત્રીસ, પચ્ચીસ અને ત્રણ હજાર એમ કુલ મળીને અઠ્ઠાવન હજાર નરકાવાસોની છે જ્યાં નારકીના જીવો સતત દુઃખ ભોગવે અવય - અર્થપદ () (ધન-ધાન્યાદિકના ઉપાર્જનનું પ્રતિપાદક શાસ્ત્ર, ચાણક્યાદિક અર્થશાસ્ત્ર) ચાણક્યાદિ અર્થશાસ્ત્ર વગેરે આ જગતમાં ઘણા બધા શાસ્ત્રો છે જે આધિભૌતિક વિષયોનું પ્રતિપાદન કરે છે. માત્ર જૈન આગમશાસ્ત્રો 204