________________ પણ સમ્યગુજ્ઞાનમાં પરિણમશે અને અપાત્રની પાસે ગયું હશે તો સમ્યજ્ઞાન પણ મિથ્યાત્વમાં પરિણામ પામશે. વંદુ - અર્થઘટ્ટ (કું.) (પ્રથમ ક્રિયા સ્થાનક 2. સ્વ-પરના સુખ માટે જીવની હિંસા કરવી તે) આચારાંગસૂત્રમાં કહેલું છે, જગતમાં લોકો પોતાની પ્રશંસા, માનપાનાર્થે, સુખ પ્રાપ્તિ માટે હિંસાને આચરતા હોય છે. જયારે પ્રભુ વીરે બતાવેલા શાશ્વત સુખના ઇચ્છુક આત્માઓ સમજપૂર્વક આ બધાથી વિમુખ બનીને હિંસાનો ત્યાગ કરે છે. સદ્દાવત્તિય - અર્થUપ્રત્યય (5, ન.) (તર ક્રિયાસ્થાનમાંનું પ્રથમ ક્રિયાસ્થાન, પોતાના માટે કે સ્વજનાદિક માટે હિંસા કરવી તે). જૈનેતર શાસ્ત્રમાં એક શ્લોક આવે છે, “અનાર્ધનપ્રવક, વહુ થોરિખ પરોવર: પુખથાય, પાપડનમ' અર્થાત્, સમસ્ત શાસ્ત્રોનો સાર માત્ર અડધા શ્લોકમાં છે. પરોપકાર પુણ્ય માટે થાય છે જ્યારે અન્ય જીવોની હિંસા કરવી, દુઃખી કરવા તે પાપ માટે થાય છે. માત્ર પોતાની સુખસાહ્યબી માટે નિર્દોષ જીવોની હત્યા કરનારા જીવો અત્યારે ભલે આનંદ-પ્રમોદ કરતા હોય, પણ તેમને ખબર નથી કે પરભવમાં તેમના કેવા ભૂંડા હાલ થવાના છે. તેઓને સદ્ગતિ તો સુતરાં દુર્લભ બની જશે. સટ્ટાયમUT - તિર્ (નિ.) (સ્થિર નહીં રહેતો) સ્થિરતા એ ફલપ્રાપ્તિમાં મુખ્ય કારણ છે. મહર્ષિ પતંજલિએ ચિત્તની વૃત્તિઓના નિરોધને યોગ કહ્યો છે, પરંતુ વૃત્તિઓનો નિરોધ ત્યારે જ સંભવ છે જ્યારે સ્થિરતા આવે. અસ્થિર ચિત્ત ક્યારેય યોગ સાધી શકતું નથી. વર્તમાન જગતમાં પણ જોઇ લો ! જેણે જેણે પોતાના ક્ષેત્રમાં સિદ્ધિ હાંસલ કરી છે તે માત્રને માત્ર પોતાના કાર્યમાં સ્થિરતા પ્રાપ્ત કરીને જ. અટ્ટાર - અશિ (ત્રિ.) (અઢાર). આ જગતમાં સર્વ જીવોને દુ:ખ, દરિદ્રતા, કુરૂપતા, રોગ-શોકાદિ જે કાંઈ અણગમતું મળે છે તેની પાછળનું કારણ જાણો છો ? તે છે અઢાર પાપસ્થાનકોનું સેવન. એટલા માટે જ પ્રતિક્રમણમાં આપણે એ અઢારે પાપસ્થાનકોને યાદ કરીને મિચ્છામિ દુક્કડમ્ આપીએ છીએ. અટ્ટાર - ગષ્ટ વશ (ત્રિ) (અઢાર, સંખ્યા વિશેષ) अट्ठारसकम्मकारण - अष्टादशकर्मकारण (न.) (અઢાર પ્રકારના ચૌર્યકર્મની ઉત્પત્તિનું કારણ) પ્રશ્નવ્યાકરણ નામક આગમના તૃતીય આશ્રદ્વારમાં દુર્ગતિના સાધક એવા અઢાર પ્રકારના ચૌર્યકર્મ બતાવેલા છે અને તે ચૌર્યકર્મને ઉત્પન્ન કરનાર કારણોનું વિસ્તારથી વર્ણન કરવામાં આવેલું છે. ચોરી કરનાર ભવાંતરમાં ભયંકર દરિદ્રતા પામે છે. अट्ठारसट्ठाण - अष्टादशस्थान (न.) (વૈરાગ્ય ભાવનાના અઢાર વિચારસ્થાન, સંયમવિમુખ થયેલા સાધુએ સ્થિરતા માટે વિચારવાના 18 સ્થાન) જેમ ઉશ્રુંખલ અશ્વને કાબુમાં લાવવા માટે ચાબુક છે, અસ્થિર હાથીને સ્થિર કરવા માટે અંકુશ છે. તેમ સંયમમાં ઉપસર્ગ અને પરિષદોથી હતાશ અને નિરાશ થઈ ગયેલા સાધુને પુનઃ સંયમમાર્ગમાં સ્થિર થવા માટે દશવૈકાલિકસૂત્રમાં અઢાર સ્થાનો કહેલા છે. સંયમમાં દઢતા માટે સાધુએ તે અઢાર સ્થાનો પ્રતિદિન ચિંતવવા જોઇએ. કરસપાવડ્ડા - માલપાપસ્થાન (2) (ન.) (અઢાર પાપસ્થાનક, પાપના હેતુભૂત અઢાર સ્થાન) જો શરીરમાં થતી ચરબીથી છુટકારો મેળવવો હોય તો ચરબી ઉત્પન્ન કરનારી સામગ્રીઓનો ત્યાગ કરવો આવશ્યક છે. તેમ પાપથી છૂટકારો મેળવવો હોય તો પાપ બાંધવામાં કારણભૂત અઢારસ્થાનોનો ત્યાગ કરવો અતિ આવશ્યક છે. રોજ પ્રતિક્રમણમાં આપણે એ અઢાર પાપસ્થાનોના નામ બોલવા ખાતર બોલી જતા હોઇએ છીએ, પરંતુ અંતરાત્માથી પ્રામાણિકપણે વિચાર કરી જો જો કે તે 203