________________ જ્ઞાત્રિી - માર્યનની (સ્ત્રી) (આર્યવજસેનથી નીકળેલી શાખા) કલ્પસત્રમાં આવતા વર્ણન પ્રમાણે આર્ય વજસેનથી જે શાખા નીકળી તેનું નામ આર્યનાગિલી શાખા હતું. માળા - મMયિત્વા (વ્ય.) (મેળવીને, ઉપાર્જન કરીને) આ જગતમાં ઘણા જીવો એવા હોય છે કે જેઓ મેળવીને પણ ગુમાવી બેસે છે અને કેટલાક ગુમાવીને પણ પ્રાપ્ત કરી લે છે. તેનું ઉદાહરણ છે પુંડરિક અને કંડરિક, કંડરિક વૈરાગ્યવાસિત થઈને શ્રમણ બન્યો અને પુંડરિક રાજા બન્યો. કંડરિક સાધુ હોવા છતાં તેના મનમાં સાંસારિક સુખો રમતા હતા અને પુંડરિક રાજા હોવા છતાં તેના મનમાં શ્રમણતા પ્રત્યેનો અહોભાવ રમતો હતો. અંતે બન્ને ભાઈઓએ પોતાના વેષની અદલાબદલી કરી. કર્મ સંજોગે સાધુમાંથી રાજા બનેલા ભાઇનું તે જ રાતે મૃત્યુ થયું ને દુર્ગતિમાં ગયા. જ્યારે પુંડરિક સાધુ સાધ્વાચારનું પાલન કરીને અંતે સદ્ગતિને પામ્યા. સૂત્રકૃતાંગસૂત્રમાં જણાવ્યું છે કે, જીવ કમ દ્વારા અનંતદુઃખમય સંસારનું ઉપાર્જન કરીને અનંતદુ:ખોવાળા તે સંસારનું વેદન કરે છે. મwતાવણ - માર્યતાપસ (ઈ.) (આર્યવજસેનના ચોથા શિષ્ય) મનાતાવરી - માર્યતાપસી (ત્રી.). (આર્ય તાપસથી નીકળેલી શાખા) આર્ય તાપસ થકી શ્રમણોની આર્યતાપસી શાખા નીકળી તેમ કલ્પસૂત્રમાં જણાવેલું છે. માતા - મદાતા (સ્ત્રી.) (વર્તમાન કાલીનતા) જો તમારા ભૂતકાળના વર્તનની અસર તમારા વર્તમાન પર પડતી હોય તો વર્તમાનમાં કરાતા વર્તનની અસર ચોક્કસ તમારા . ભવિષ્ય પર પડે છે. અર્થાતુ તમારું ભવિષ્ય કેવું છે તે તમારી વર્તમાનકાલીન પ્રવૃત્તિ પર નિર્ભર છે. આથી જ તો કહેવાયું છે કે જેની આજ સારી તેની આવતી કાલ પણ સારી. માર્યા (મી.). (આર્યત્વ, પાપકર્મ બહિર્ભતપણું, સાધુતા) આર્યતા ગુણ એ ક્ષેત્રના કારણે નથી પરંતુ, વ્યક્તિમાં રહેલા ગુણને આશ્રયીને કહેલો છે. કેમ કે એવા ઘણા દૃષ્ટાંતો જોવા મળે છે કે જે આદિશમાં ઉત્પન્ન થયેલો હોવા છતાં તેનો વ્યવહાર અનાર્ય જેવો હોય છે. જેમકે કાલસૌરિક કસાઈ. જયારે કેટલાક સરળહૃદયી જીવો કર્મસંજોગે અનાર્યદિશમાં ઉત્પન્ન થયેલા હોવા છતાં પણ ગુણવાન હોવાથી આર્ય જેવો વ્યવહાર હોય છે. જેમ કે અભયકુમારના મિત્ર આદ્રકુમાર, પૂનમ - આર્યધૂન (.) (આર્ય સંભૂતિવિજયના શિષ્ય, આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તિના ગુરુ, શકપાલ મંત્રીના જ્યેષ્ઠપુત્ર) જિનશાસનમાં બે આત્માઓ કામવિજેતા હતા. પ્રથમ બાવીસમા તીર્થપતિ ભગવાન નેમિનાથ અને બીજા અંતિમ ચૌદપૂર્વી સ્થૂલિભદ્રસ્વામી. કોઇક કવિએ બન્ને કામવિજેતાઓની સ્તવના કરતાં લખ્યું છે કે, હે પરમાત્મા નેમિનાથ ! આપ પણ કામને જીત્યો અને સ્થૂલિભદ્રજીએ પણ કામને જીત્યો હતો. આપ બન્નેમાં અમે સ્થૂલિભદ્રને વધારે મહત્ત્વ આપીએ છીએ. કેમ કે આપે ગિરનારમાં જઈને કામને જીત્યો છે, જયારે સ્થૂલિભદ્રજીએ કામના ઘરમાં જઈને કામદેવને જીત્યો છે. મmuિr - માવિત્ત (કું.) (ભગવાન પાર્શ્વનાથના પ્રથમ ગણધર 2. કાશ્યપગોત્રીય ઇન્દ્રદત્તના શિષ્ય) કલ્પસત્રમાં ભગવાન પાર્શ્વનાથજીના પ્રથમ ગણધર તરીકે આર્યદત્તનો ઉલ્લેખ છે તથા સમાન નામવાળા કાશ્યપગોત્રીય ઇન્દ્રદત્તમુનિના શિષ્ય આર્યદત્તનો ઉલ્લેખ પણ છે. જેમના શ્રીશાન્નિશ્રેણિક અને શ્રીસિંહગિરિ નામક બે શિષ્યો હતા. 110