________________ તેમ તીર્થકર ભગવંતો કેવળજ્ઞાનરૂપ સૂર્યના કિરણો ભવ્યજીવોના હૃદયમાં ફેલાવીને તેમના અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરીને સમ્યજ્ઞાનની પ્રભા વિસ્તારે છે. વિમાનિ () - ત્નિન(વિ.). (સર્ય (પુ.) 2, કણ-રાજીના મધ્યભાગે આવેલું લોકાન્તિક દેવવિમાન વિશેષ 3. કિરણોથી શોભિત) જયોતિષ દેવોના ભેદમાં સૂર્યને પણ દેવ તરીકે સ્વીકારેલો છે. સૂર્યનું વિમાન રત્નજડિત હોય છે, સૂર્યનું વિમાન આ જ મધ્યલોકમાં આવેલું છે. જે ભૂમિનો બધો જ ભાગ સમાન છે તેવી સમભૂલા પૃથ્વીથી 800 યોજન ઉપર જતાં સૂર્યનું વિમાન રહેલું છે અને તે મેરુપર્વતની આજુ-બાજુ ફરે છે. શ્વિમનિH - fifત્નિ (ત્રિ.) (સૂર્યની જેમ કિરણોથી શોભાયમાન, સૂર્યવત્ તેજસ્વી) ગણધર ગૌતમ જ્યારે પરમાત્મા મહાવીર જોડે વાદ કરવા આવ્યા અને દૂરથી તેમણે વીર પ્રભુને જોતા મનમાં જે પ્રશ્નો થયા તેને ગણધરવાદમાં ગ્રંથકારે વર્ણવ્યા છે. પ્રભુને જોઈને ગૌતમને થયું શું આ બ્રહ્મા છે? ના બ્રહ્મા તો વૃદ્ધ છે. શું આ શંકર છે? ને તે તો જટાધારી છે. શું આ વિષ્ણુ છે? ના તેમના હાથમાં તો શસ્ત્ર છે? તો શું આ સૂર્ય છે? ના તે તો આંખોને દઝાડે છે, જ્યારે આ તો આંખોને શાતા આપે છે. તો પછી શું ચંદ્ર છે? ના એમાં તો કલંક છે, જ્યારે આ નિષ્કલક છે. અને છેલ્લે વેદોને સંભારતાં તેમને સમજાયું કે, આ તો જૈનોના છેલ્લા તીર્થપતિ ભગવાન મહાવીર છે. ચિત્રિ - નિતિન (સ્ત્રી) (સૂર્ય-ચંદ્રની અગમહિષી, શક્રેન્દ્રની અઝમહિષીની રાજધાનીનું નામ) સ્થાનાંગસૂત્રના ચતુર્થ સ્થાન અને પ્રથમ ઉદેશામાં લખેલું છે કે, દક્ષિણ-પૂર્વદિશાની વચ્ચે અગ્નિદિશામાં આવેલા રતિકર પર્વતની પશ્ચિમ દિશામાં ઇન્દ્રની સેવા નામની તૃતીય પટ્ટરાણીની લાખ યોજન પ્રમાણવાળી રાજધાની જે છે તેનું નામ અર્ચિમાલિની છે. વિથ - ચત (ત્રિ.) (ચંદનાદિથી પૂજાયેલું ૨.પ્રમાણિત કરાયેલું 3. માન્ય) તત્ત્વ તેને કહે છે જે ત્રિકાલ અબાધ્ય હોય. અર્થાત તેને કોઇ પણ રીતે પડકારી ન શકાય અને તેને સ્વીકારવું જ પડે. જિનાગમોમાં કથિત પ્રત્યેક તત્ત્વ-પદાર્થ ત્રિકાલ અબાધિત છે. આગમોત કોઈપણ પદાર્થોનું ખંડન થઈ શકે તેમ નથી જ. કેમ કે તે ત્રિકાલજ્ઞાની સર્વજ્ઞ ભગવંતો વડે પ્રમાણિત કરાયેલા છે. વિરૂદક્ષાળિm - સદાનનીય (ત્રિ.) (જેની આસપાસથી આશ્ચર્યકારી કિરણોની હારમાળા નીકળતી હોય તેવી વસ્તુ) જેમ વિશિષ્ટશક્તિવાળા પુરુષ કે દેવ દ્વારા વિકર્વિત કોઈ માયાજાળ હોય તેમ, અત્યન્ત અદૂભુત અને દુર્લભ એવા મણિઓરત્નોની તેજવતી પ્રભા ખુબ જ આશ્ચર્યકારી રીતે નીકળતી હોય છે. જોનારાની આંખો અંજાઈ જાય તેવા પ્રકારનું તેનું તેજ હોય છે. अच्चिसहस्समाला - अर्चिःसहस्रमाला (स्त्री.) (સહસ્રદીતિઓની માળા, હજારો કિરણોની માળા-હાર) તીર્થકર ભગવાનના આઠ મહાપ્રાતિહાર્યો આવે છે. તેમાં એક ભામંડલ પણ છે. પ્રભુના શરીરનું હજારો કિરણોની હારમાળા જેવું - 4 એટલું બધું જાજ્વલ્યમાન હોય છે કે તેને નરી આંખે જોવું ચર્મચક્ષુવાળાઓને અત્યંત મુશ્કેલ બની જાય એવું હોય છે. પર્ષદામાં આવેલા જીવો પ્રભુના તેજને પોતાની આંખોથી જોઈ શકે તે માટે દેવો પ્રભુના શરીરના તેજને ભામંડળમાં પરાવર્તિત કરી દે છે. अच्चिसहस्समालिणीया - अर्चिःसहस्रमालिनिका (स्त्री.) (જેમાંથી હજારો કિરણો છૂટે તેવી માળા, હજારો દીપ્રિઓથી પરિવરેલી, હજારો કિરણાવલિવાળી) એકવાર ભગવાન મહાવીરની પર્ષદામાં હજારો કિરણોથી ઝગમગતો એક દેવ આવીને દિવ્ય સંગીતના સુરો સાથે વિવિધ પ્રકારના નૃત્ય કરવા લાગ્યો. ભગવાનને શ્રેણિક રાજાએ પૂછ્યું કે, આ દેવ કોણ છે અને શા માટે નૃત્ય કરી રહ્યો છે. ત્યારે ભગવાન મહાવીરદેવે પ્રભુ દર્શનની ભાવનાવાળા તેના દેડકાના અનન્તર ભવનું વર્ણન કર્યું હતું. 140