SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ સંસ્કારોનું દ્યોતક છે. કારણ કે તિર્યંચગતિમાં આહારસંજ્ઞાનું પ્રાધાન્ય છે એમ શાસ્ત્રકારો જણાવે છે. મત્રાસUT - ૩ત્યાન્ન (ત્રિ.) (અત્યંત નિકટ, એકદમ નજીક) ગુરુવંદન ભાષ્ય ગ્રંથમાં ગુરુ પ્રત્યે લાગતી કુલ 33 આશાતના બતાવવામાં આવી છે. તેમાં એક આવે છે અત્યાસ. ગુરુભગવંતની અત્યંત નજીકમાં આસન રાખવાથી દોષ લાગે છે. કારણ કે ગુરુ એ દેવ તુલ્ય છે અને આપણા શ્વાસોશ્વાસની ઉષ્મા ગુરુદેવના પવિત્ર દેહને સ્પર્શે તે અયોગ્ય છે. આથી એવા સ્થાને બેસવું જેથી ગુરુભગવંતને આપણા શ્વાસોશ્વાસ ન સ્પશે. अच्चासाइत्तए - अत्याशातयितुम् (अव्य.) (ઘણી આશાતના કરવાને, છાયા થકી ભ્રષ્ટ કરવા માટે, અત્યંત હેરાન કરવા માટે) રાષ્ટ્ર સાથે દગો કરનાર દેશદ્રોહી કહેવાય છે તેમ ધર્મનું વિપરીત આચરણ કરનાર ધર્મદ્રોહી ગણાય છે. દેશદ્રોહીને સરકાર સજા, આપે તો તે માત્ર એક ભવ પૂરતું સહન કરવું પડે છે. પરંતુ શાસનહીલના કરીને ધર્મની ઘોર આશાતના કરનાર ધર્મદ્રોહીને કર્મરાજા, એવી સજા ફટકારે છે કે જે તેણે દુર્ગતિમાં અનંતાભવો સુધી ભોગવવું પડે છે. अच्चासाइय - अत्याशातित (त्रि.) (ઉપસર્ગ કરેલું, આશાતના કરેલું, અપમાનિત કરેલું) તીર્થ એ એવું પવિત્ર સ્થાન છે કે જ્યાં આવીને જીવ પોતાના જન્મ-જન્માન્તરમાં બાંધેલા પાપોનો નાશ કરે છે. પરંતુ સબૂર! જે જીવ તીર્થસ્થાનમાં આવીને તીર્થની જ આશાતના કરે છે તેના માટે શાસ્ત્ર લખે છે કે, “તીર્થસ્થાને વકૃતં પાપં વઝન્નેપો વિષ્યતિ' અર્થાત્, તીર્થસ્થાનમાં આચરેલા પાપકૃત્ય-આશાતના વજલેપ જેવી થાય છે અને તેનું અત્યંત કરુણ પરિણામ જીવે ભોગવવું જ પડતું હોય છે. આથી તીર્થની આશાતના કે તીર્થમાં પાપાચરણ ન થઇ જાય તે જો જો. अच्चासाएमाण - अत्याशातयत् (त्रि.) (ઉપસર્ગ કરતો, આશાતના કરતો) યોગશાસ્ત્ર ગ્રંથમાં કહેલું છે કે જ્યારે રાત્રિના સમયે અચાનક નિદ્રા જતી રહે તે વખતે જીવાત્મા અપૂર્વભાવના ભાવે અને વિચારે કે એવો દિવસ ક્યારે આવશે જ્યારે હું કોઈ નિર્જન વનમાં પરમાત્મધ્યાનમાં અત્યંત લીન હોઉં અને કોઇ પશુ મને ઝાડનું થડ સમજીને પોતાના શિગડાને ખંજવાળે. મને આવા ઉપસર્ગ કરતા પશુ પર જરા પણ ક્રોધ ન આવે ઊલટાનો તેને મારો ઉપકારી માનીને પ્રશમભાવ ધારણ કરું. ઝવ્વાલાયUT - અત્યતન (.). (આત્યંતિક આશાતના, વિરાધના કરવી 2. સાધુ આદિની જાત્યાદિ પ્રગટ કરવારૂપ હીલના) જેમ નદીના મૂળ ન પૂછાય તેમ સાધુના કુળ પણ ન પૂછાય. જે દિવસે સંસારના વાઘા ઉતારીને શ્રમણ વેષ ધારણ કર્યો છે તે દિનથી. સાધુ એકનો મટીને આખા જગતનો થઇ ગયો હોય છે. જેઓ આવા સાધુના સાંસારીક જાતિ, કળાદિને પ્રદર્શિત કરવા રૂપ તેમનું અપમાન અને આશાતના કરે છે તેઓ અનંતા જન્મો સુધી જિનશાસનનું નામ પણ પામી શકતા નથી. હીર - અત્યાર (5) (અતિમાત્રામાં આહાર, અતિભોજન, પ્રભૂત આહાર) જેમ પૌષ્ટિક આહાર શરીર માટે સારો છે તેમ યોગ્ય માત્રામાં લીધેલો આહાર પણ સ્વાથ્યવર્ધક છે. ભૂખ કરતાં અધિકમાત્રામાં કરેલું ભોજન વિષ સમાન છે. જેનાથી અપચો, અજીર્ણ જેવા રોગો થઇ શકે છે અને કદાચ મૃત્યુ પણ સંભવી શકે છે. આથી જ તો તપના બાર ભેદમાં એક ભેદ વૃત્તિ સંક્ષેપ અર્થાત ઊણોદરી તપ કહ્યો છે. તમને જેટલી ભૂખ હોય તેનાથી બે-ત્રણ કોળિયા ઓછા ખાવું તે પણ એક પ્રકારનું તપ છે. મāિ - મર્જ (મી.) (કિરણ, કાન્તિ 2. દીપશિખા 3, લોકાન્તિક વિમાન વિશેષ 4. વેશ્યા 5 બાદર તેજો કાય 6, શરીરસ્થ કાંતિની પ્રભા) - લોગસ્સ સૂત્રની અંદર તીર્થંકર પરમાત્માને સૂર્યની ઉપમાં આપી છે. જેવી રીતે સૂર્ય પોતાના કિરણો વડે વિશ્વમાં પ્રકાશ રેલાવે છે, 139
SR No.033106
Book TitleAbhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy