________________ '1 +) अचक्खुय - अचक्षुष्क (त्रि.) (દષ્ટિવિહીન, અંધ) આંખોથી દેશ્યપદાર્થોને જોઈ નથી શકતો તેવો અંધપુરુષ દરેક પદાર્થનું જ્ઞાન કાન, નાક, અશદિથી જ કરવાનો. તે કોઇપણ ચીજને સાંભળશે સુંઘશે કે સ્પર્ધાદિ કરશે તેને પ્રથમ બુદ્ધિથી વિચારશે અને પછી તેનો નિર્ણય કરશે. દૃષ્ટિવિહીન વ્યક્તિ આ રીતે અન્ય ઇંદ્રિયોથી જ્ઞાન મેળવી લે છે. अचक्खुविसय - अचक्षुर्विषय (पु.) (જે પદાર્થ આંખનો વિષય ન બને છે. ચક્ષથી અગોચર) સાધુ ભગવંતોની પડિલેહણાના વિષયને ઉદ્દેશીને દશવૈકાલિકસૂત્રમાં કહેવામાં આવેલું છે કે, જ્યાં ચક્ષુનો વિષય નથી બનતો તેવા સ્થાને જીવોને બચાવવા અત્યંત મુશ્કેલ છે. સૂક્ષ્મ હિંસાના વર્જન માટે એવી ઘણી બાબતો છે કે જે આપણા આંખનો વિષય નથી બનતી. દુનિયામાં એવા જેટલા પણ પદાર્થો છે તે બધા અચકૃવિષય કહેવાય છે. અવqસ -- વાક્ષર (ત્રિ.). (આંખ વડે જે ન જોઈ શકાય છે, જેનું ચાક્ષુષ પ્રત્યક્ષ ન થાય તેવું) છદ્રવ્યોમાં પુદ્ગલનો પણ દ્રવ્ય તરીકે સ્વીકાર કરવામાં આવેલો છે. જીવોને લાગતા કર્મો પણ આ જ પુદ્ગલ સમૂહથી બનેલા હોય છે, પરંતુ આ કર્મપુદગલો નરી આંખે જોઇ શકાય એવા અત્યંત સૂક્ષ્મ હોય છે. તેને માત્ર કેવલી ભગવંતો જ જોઈ શકે છે. આ કર્મયુગલોને અચાક્ષુષ પણ કહી શકાય છે. અરવિ+જ્યુસ - અક્ષણ (ત્રિ.) (જેને જોવાની ઈચ્છા ન થાય તે, જોવાને માટે અનિષ્ટ) યોગશાસ્ત્રમાં લખ્યું છે કે, સ્ત્રીના આંખ, કાન, હાથ, મુખ કે શરીરની શોભા જોઈને લોકો તેમાં મોહી પડે છે. પરંતુ તે જ રૂપસુંદરીની ભીતરમાં લોહી, હાડ, ચર્મ, માંસ અને વિષ્ઠા જેવા દુર્ગચ્છનીય દ્રવ્યો ભરેલા છે. જો સ્ત્રીની બાહ્ય રૂપ અંદર અને અંદરનું રૂપ બહાર થઇ જાય તો દુનિયાના કોઇપણ વ્યક્તિને તે જ સ્ત્રી જોવી પણ ન ગમે. તેની તરફ નજર નાખવાનું પણ મન થાય નહીં. જ્ઞાનીઓએ બાહ્ય સુંદરતાને નહીં પણ આંતરિકસૌંદર્યને અર્થાત્, ગુણવૈભવને ખરી સુંદરતા કહી છે. મયંત ૩શવનુવ (ત્રિ.) (અસમર્થ થતો, અસક્ત થતો, નિર્બળ થતો) ક્રોધી ક્ષમા આપવા માટે અસમર્થ છે, અહંકારી બીજાને માન આપવા માટે અસમર્થ છે, માયાવી ઋજુ થવા માટે અસમર્થ છે અને લોભી ઉદાર બનવાને અસમર્થ છે. ખરું સામર્થ્ય તો આ ચાર કષાયોને જીતવામાં છે, નહીં કે કોઇ સ્પર્ધા કે લડાઈ જીતવામાં. જે આ ચારકષાયોને જીતી શકતો નથી તે હકીકતમાં નિર્બળ છે. મચર - ઘર (પુ.). (પૃથ્વી આદિ સ્થાવરકાય 2. ચલનરહિત, સ્થિર, અચર 3. જ્યોતિષાક્ત વૃષભાદિ સ્થિર રાશિઓ) દેવોના મુખ્ય ચાર ભેદોમાં એક ભેદ જ્યોતિષ્ક દેવોનો આવે છે. સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા આમ પાંચ ભેદ જ્યોતિષી દેવોના છે. તેમાં અઢીદ્વીપની અંદરમાં રહેલા સૂર્યાદિ દેવોના વિમાનો ચર એટલે કે ફરતા હોય છે, અને અઢીદ્વીપની બહારના વિમાનો સ્થિર રહેતા હોવાથી અચર કહેવાય છે. અર્થાતુ અઢીદ્વીપની બહારના ક્ષેત્રમાં દિવસ કે રાત્રિ જેવું હોતું નથી. ૩ર - ર (.) (ઉપભોગ રહિત, અચરક). ચારી સંજીવની નામક વનસ્પતિનો ગુણ છે કે, કોઈ પુરુષ સંજોગવશાતુ પશુ બની ગયો હોય અને તેના ખાવામાં આ વનસ્પતિ આવે તો તે પાછો મૂળસ્વરૂપને પ્રાપ્ત કરે છે. પરંતુ જ્યાં સુધી સંજીવની વનસ્પતિ ખાવામાં નથી આવતી ત્યાં સુધી તે જીવ તેનો અચરક કહેવાય છે. એ જ રીતે જ્યાં સુધી જીવ સમ્યક્તનું અમૃતપાન નથી કરતો ત્યાં સુધી તે આત્મગુણોનો અનુપભોગી છે. 137