________________ અ%િ() - અગ્નિ (પુ.) (સામાન્ય રાજા, જે ચક્રવર્તી ન હોય તેવો રાજા.) કોઇ ગમે તેટલો ઋદ્ધિવાન કે બળવાન રાજા હોય પરંતુ, ચક્રવર્તી પાસે તો તેની એક સામાન્ય રાજાની ઓળખ હોય છે. અર્થાત તે ચક્રવર્તીના બળ-વૈભવ આગળ એક સામાન્ય વ્યક્તિ છે. તેમ આત્મિકગુણસમૃદ્ધિમાં મહાલતા યોગીઓની સામે ગમેતેવા ભૌતિકસુખસંપન્ન શ્રીમંત-શાહુકારો પણ એક સામાન્ય દરજ્જાના જીવો જેવા જ છે. અધિક્ષય - અજિત (વિ.) (પરિષહાદિથી ચકિત ન થાય તેવો, અચકિત, ગંભીર 2. અત્રસ્ત) ઉત્તરાધ્યયન સૂત્રના અગ્યારમાં અધ્યયનમાં કહેલું છે કે, સમુદ્રના અગાધ પેટાળની જેમ જેઓના ગંભીર આશયોનો પાર પામવો દુર્લભ છે તેવા સ્થિતપ્રજ્ઞ મહામુનિવરોને કોઇપણ કારણ ચલાયમાન કરી શકતું નથી. ધન્ય છે એવા સ્થિતપ્રજ્ઞ મહાપુરુષોને. વર્ષ - ડ્ર(થા) (જોવું, દેખવું) કેટલીક વખત આંખે જોયેલું અને કાને સાંભળેલું સાચું નથી હોતું. સાચું માની લઇને વ્યક્તિ ખોટા નિર્ણયો લઇ લેતો હોય છે અને પછી સ્વયં દુઃખી થાય છે. જેવી રીતે શ્રેણિક મહારાજે રાત્રે ચેલણાના મુખના શબ્દો સાંભળ્યા કે, તેમનું શું થતું હશે? બસ શ્રેણિકને ભ્રમણા થઇ કે ચેલણા અસતી છે. તેને ચેલણા પ્રત્યે અપ્રીતિ થઇ. જયારે પ્રભુ વીરે કહ્યું કે હે શ્રેણિક ! ચલણા સતી છે. કડકડતી ઠંડીમાં ઉઘાડા શરીરે કાઉસગ્ગધ્યાને રહેલા સાધુ માટે તે વિચારતી હતી. તારી માન્યતા ખોટી છે. ત્યારે શ્રેણિકને ભૂલનો પસ્તાવો થયો. 3 વવવું - અવq (a.) (ચક્ષુ સિવાયની શેષ ચાર ઇંદ્રિયો અને મન, ચક્ષુદર્શન વર્જિત). દર્શનાવરણીયકર્મના ક્ષયોપશમથી થતાં દર્શન ચાર પ્રકારના છે. તેમાં ચક્ષુથી થનારા દર્શનને ચક્ષુદર્શન કહેવાય છે. ચક્ષુ સિવાયની શેષ ચાર ઇંદ્રિયો અને મનથી થતાં દર્શનને અચક્ષુ કહે છે. આ બે દર્શન ઇંદ્રિયજન્ય છે. તેને અપ્રત્યક્ષદર્શન પણ કહેવામાં આવે છે. જ્યારે બાકીના અવધિદર્શન અને કેવળદર્શનને પ્રત્યક્ષદર્શન કહેલા છે. अचखुदंसण - अचक्षुदर्शन (न.) (ચક્ષુ સિવાયની શેષઇંદ્રિયો અને મનથી થનારું સામાન્ય જ્ઞાનરૂપ દર્શન, અચક્ષુદર્શન). જ્ઞાન સામાન્ય અને વિશેષ એમ બે પ્રકારે થાય છે. તેમાં કોઇપણ વસ્તુનો પ્રથમ ક્ષણે જે પરિચય થાય છે તે સામાન્યથી થાય છે અને ત્યારબાદ તેનો વિશેષ પ્રકારે થાય છે. જે સામાન્યથી જ્ઞાન થાય તેને દર્શન કહેવાય છે અને વિશેષ પ્રકારે થાય તેને જ્ઞાન કહેવાય છે. આંખ સિવાયની ઇંદ્રિયો અને મનથી થનારા સામાન્ય જ્ઞાનને અચકુદર્શન કહેવાય છે. अचक्खुदंसणावरण - अचक्षुर्दर्शनावरण (न.) (અચક્ષુદર્શનાવરણીય કર્મ, દર્શનાવરણીય કર્મનો એક ભેદ). આઠ કર્મોમાં બીજા ક્રમે દર્શનાવરણીય કર્મ છે. તેની ઉત્તરપ્રવૃતિઓમાં એક ભેદ અચકુદર્શનાવરણીય કર્મનો છે. આ અચક્ષુદર્શનાવરણીયકર્મ જીવની ચલુ સિવાયની શેષઇંદ્રિયો દ્વારા થતા સામાન્ય દર્શનને આવરે છે. અર્થાત્ ઢાંકી દે છે એટલે તેને અચકુદર્શનાવરણીય કર્મ કહેવાય છે. अचक्खुफास - अचक्षुःस्पर्श (पुं.) (અંધકાર, અંધારું). ગાઢ અંધકારમાં કોઇપણ પદાર્થ આંખો દ્વારા જોઇ શકાતો નથી. તેવા સ્થાનમાં પ્રવેશેલો પુરુષ પોતાને ઇચ્છિત પદાર્થ મેળવવા માટે હાથ-પગ દ્વારા વિવિધ પદાર્થોને સ્પર્શ કરીને વસ્તુનું અનુમાન કરે છે. એ સમયે વિવિધ પદાર્થોના સ્પર્શ દ્વારા તેને જે જ્ઞાન થાય છે તેને અચસ્પર્શ કહેવાય છે તેમ અંધકારને પણ અચક્ષુસ્પર્શ કહેવામાં આવ્યો છે. 126