________________ સિક્કાવાર - શિલ્લાવા૨ા (કું.). (વિદ્યાચારણનો એક ભેદ, અગ્નિશિખાચારણ મુનિ) આ વિદ્યા જેની પાસે હોય તે સાધુપુરુષ અગ્નિજવાળાઓને પકડીને અગ્નિકાયના જીવોની વિરાધના કર્યા વિના અને પોતે જરાપણ, દાઝયા વિના અગ્નિ પર નિર્વિઘ્નપણે સડસડાટ આરપાર જઈ શકે છે. આવી વિદ્યા ચારિત્રની સુવિશુદ્ધ સાધનાથી પ્રાપ્ત થતી હોય જાહેપ - મીન (.) (વર્તમાન ચોવીશીના સંભવનાથ પ્રભુના સમકાલીન ઐરાવત ક્ષેત્રના તે નામના તીર્થંકર 2. શ્રીનેમિનાથના સમકાલીન ઐરાવતક્ષેત્રના ૨૧મા તીર્થંકર). તિત્યોગાલિપયગ્રા અને પ્રવચનસારોદ્ધારમાં આવતા ઉલ્લેખ પ્રમાણે આ અવસર્પિણી કાળના ત્રીજા શ્રીસંભવનાથ અને બાવીસમાં શ્રીનેમિનાથ ભગવાનના સમકાળમાં ઐરાવતક્ષેત્રમાં અગ્નિણ નામના તીર્થકર ઉત્પન્ન થયા હતા. માદો - નિહોત્ર (2) (અગ્નિમાં હોમવા યોગ્ય અભિમંત્રિત ધી-જવ વગેરે દ્રવ્ય, અન્યાધાન, હોમ) અગ્નિહોત્ર દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારે છે. બ્રાહ્મણ વગેરે મંત્રોચ્ચારપૂર્વક અગ્નિમાં જે ઘી, જવાદિ દ્રવ્ય હોમે છે તે દ્રવ્ય અગ્નિહોત્ર છે, અને જે સાધક આત્મા ધર્મધ્યાનરૂપ અગ્નિમાં શુભભાવ દ્વારા અશુભકર્મોનું દહન કરે છે તે ભાવ અગ્નિહોત્ર છે. જે જીવ નિત્યભાવ અગ્નિહોત્ર કરે છે તે ટુંક સમયમાં મોક્ષફળને પ્રાપ્ત કરે છે. પાટોત્તવ () - નહોત્રવાવિન (કું.) (અગ્નિહોત્રથી-હોમથી સ્વર્ગગમનને માનનાર, અગ્નિહોત્રવાદી) ગાઢમિથ્યાત્વના પડળોથી જેની જ્ઞાનદૃષ્ટિ આવરાયેલી છે તેવા જીવો હિંસાત્મક હોમ-હવનથી સ્વર્ગાદિ પ્રાપ્તિની કામના કરે છે. પરંતુ બીજા જીવોને થોડુંક પણ દુઃખ ન આપવું તેને ધર્મ કહેવામાં આવ્યો છે. સર્વે જીવો સુખ ઇચ્છે છે પરંતુ, જેઓ અગ્નિહોમ કરીને બીજા પ્રાણીઓને મરણ દુઃખ આપે છે તેવા અગ્નિહોત્રવાદિઓને સ્વર્ગનું સુખ કેવી રીતે પ્રાપ્ત થાય? અમુળા - મયદાન () (નગર બહારનું મુખ્ય ઉદ્યાન) સાધુ માટે ગૃહસ્થોનો સંગ વિષવેલ સમાન કહેલો છે. આથી જ પ્રાચીનકાળમાં શ્રમણો નગરમાં નિવાસ કરવાને બદલે નગરની બહાર નિર્દોષ, જીવાકુલ રહિત ઉદ્યાનમાં વાસ કરતા હતા. માત્ર દેહ ટકાવી રાખવા માટે ભિક્ષા લેવા પૂરતું નગરમાં જતા અને બાકીનો સમય શાંત-પ્રશાંત ઉદ્યાનમાં તેઓ જ્ઞાન-ધ્યાનાદિ પોતાની ચારિત્રની સાધના કરીને કર્મોની નિર્જરા કરતા હતા. સોગ - માનેય (ત્રિ.) (અગ્નિ સંબંધી દ્રવ્ય વિશેષ, અગ્નિદેવતાસંબદ્ધ હવિ વગેરે 2. અગ્નિ જેનો દેવ છે તે 3. તે નામનું શાસ). નવકુંડી હવન વગેરે વિવિધ પ્રકારના યાગ-હોમ-હવનમાં હોમાતા ઘી, સમિધ, જવ, બલિ, બકુળાદિ દ્રવ્યને આગ્નેય કહેવામાં આવે છે. તેમજ યજ્ઞનું પ્રતિપાદન કરનારા શાસ્ત્રને પણ આગ્નેય કહેવાય છે. જૈનશાસનમાં યજ્ઞાદિ હિંસાત્મક કર્મોનો નિષેધ છે. {(vt) - માનેથી (સ્ત્રી) (દક્ષિણ અને પૂર્વ દિશાની વચ્ચેની વિદિશા, અગ્નિકોણ, અગ્નિ છે દેવતા જેનો તે આગ્નેયી દિશા) આજના સમયમાં વાસ્તુશાસ્ત્રનું ખૂબ મહત્ત્વ છે. લોકો તદનુસાર ઘરની રહેણી-કરણી ગોઠવતા હોય છે. વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવેલું છે કે ઘરની અંદર જે પાકશાળા અથવુ, રસોડુ છે તેને પૂર્વ અને દક્ષિણની વચ્ચે આવેલી અગ્નિકોણ નામની વિદિશામાં રાખવું જોઈએ. જેથી રસોઈ કરનાર સ્ત્રીવર્ગને અને રસોઈ જમનાર ઘરના સભ્યોને હિતકારી તેમજ સ્વાથ્યપ્રદ થાય. અનેff - Wાયofક (.). (ચૌદપૂર્વમાંનું બીજુ પૂર્વ, અગ્રાયણીય પૂર્વ) 122