________________ પાણી સાથે સંયોગ થતાં તેમાં તોફાન જાગ્રત થાય છે અને ભરતી આવે છે. લીલોતરીમાં જલ તત્ત્વ વધારે હોવાથી એ દિવસે તે વ્યક્તિના શારીરિકતંત્રમાં ગરબડ ઉત્પન્ન કરી શકે છે. આથી પવતિથિઓમાં તેનો ત્યાગ કરવો ઉચિત છે. अग्गिवेसायण - अग्निवेश्यायन (पु.) (દિવસનું ૨૨મું મુહૂર્ત 2. અગ્નિવેશ ઋષિનો પૌત્ર 3. તે નામના ગોત્રમાં ઉત્પન્ન થનારા સુધર્માસ્વામી આદિ 4. ગોશાળાના પાંચમા દિશાચર સાધુ) વર્તમાન સમયમાં જેમનું દ્વાદશાંગમય શ્રુતજ્ઞાન ચતુર્વિધ સંઘમાં ભણાવાઇ રહ્યું છે કે જેટલા પણ સાધુ-સાધ્વી ભગવંતો વિચરે છે તે બધાના વડા-સ્વામી, ભગવાન મહાવીરના પંચમ ગણધર અને પ્રથમ પટ્ટધર ભગવાન સુધર્માસ્વામી અગ્નિવેશ્યાયન નામક ગોત્રમાં ઉત્પન્ન થયા હતા. अग्गिसक्कार - अग्निसंस्कार (पुं.) (અગ્નિદાહ આપવો તે, અગ્નિસંસ્કાર કરવો તે). ભારતીય સંસ્કૃતિમાં વ્યક્તિના જન્મથી લઇને મરણ સુધીમાં કુલ સોળ સંસ્કાર માનવામાં આવ્યા છે. જયારે વ્યક્તિ જન્મે છે ત્યારથી લઈને જન્મ સંસ્કાર, ભોજન સંસ્કાર, નામ સંસ્કાર, પઠન સંસ્કાર, લગ્ન સંસ્કાર કરવામાં આવે છે તથા છેલ્લે માણસ મૃત્યુ પામે ત્યારે પણ તેના શરીરનો એક સંસ્કાર કરવામાં આવે છે તે છે અગ્નિસંસ્કાર. અત્યંત માનપૂર્વક તેના શરીરને અગ્નિદાહ આપીને આ દુનિયામાંથી વિદાય આપવામાં આવે છે. ફેશન-વ્યસનમાં ફાટેલી આજની આ યુવાપેઢીને સંસ્કારોના નામ તો જવા દો તેની દિશાની પણ ખબર નથી. હાય રે જમાનાવાદ! તે તો કોઈનેય નથી છોડ્યા. માધ્યમ - નિઝમ (ત્રી.) (બારમા તીર્થંકર શ્રીવાસુપૂજ્યભગવાનની દીક્ષા શિબિકાનું નામ) તીર્થકરોના દીક્ષાના અવસરે રાજમહેલથી લઈને દીક્ષાસ્થળ સુધી જવા માટે દેવો એક શિબિકા અથત, પાલખીનું નિર્માણ કરતા હોય છે. તે પાલખીમાં તીર્થકરો બેસીને વરસીદાન કરતાં આખા નગરમાં ફરે છે. જે પણ તીર્થકરો શિબિકામાં બેસે છે તે દરેક શિબિકાનું નામ હોય છે. બારમા તીર્થંકર વાસુપૂજયસ્વામી દેવનિર્મિત જે શિબિકામાં બેઠા હતા તેનું નામ અગ્નિસપ્રભા હતું. પાસE () - નશર્મ (પુ.). (તીવ્રક્રોધવાળો તે નામનો એક તાપસ ૨.સ્વનામ ખ્યાત એક બ્રાહ્મણ) અગ્નિનો એક નાનકડો તણખો આખા ગામને બાળી નાખવાની તાકાત ધરાવે છે તેમ એક નાનો-સરખો કરેલો ક્રોધ પણ તમને ભવોના ભવો સુધી રખડાવી શકવાની ક્ષમતા રાખે છે. જેનું ઉદાહરણ છે અગ્નિશમ બ્રાહ્મણ અને રાજા ગુણસેની ગુણસેનની એક નાનકડી ભૂલના કારણે અગ્નિશર્મા બ્રાહ્મણ સાધુ હોવા છતાં ક્રોધાગ્નિમાં એવો પ્રજવલિત થયો કે, બન્નેના વૈરની પરંપરા છેક નવનવ ભવ સુધી ચાલી. સમરાદિત્યમહાકથામાં તેમના નવેય ભવોનું હૃદયદ્રાવક નિરૂપણ કરેલું છે. સદિય - નિધવા (ત્રિ.) (જેમાં અગ્નિનો ભાગ- હિસ્સો હોય તેવું) સુવર્ણ અત્યંત શુદ્ધ અને કાંતિમય દેખાય છે તેમાં અગ્નિનો ભાગ છે. અર્થાતુ આગ પોતાની ઉષ્ણતાથી સોનાને તપાવીને તેમાં રહેલી અશુદ્ધિ દૂર કરી તેની કાંતિને ઉજાગર કરે છે. તેમ આત્માની ઉન્નત્તિમાં ચારિત્રસાધના કારણભૂત છે. ચારિત્રની તાત્વિક સાધના જીવને લાગેલા કર્મમલને દૂર કરી આત્મામાં રહેલા સ્વાભાવિક ગુણોને જાગ્રત કરે છે. अग्गिसिह - अग्निशिख (पु.) (અગ્નિની જેવી શીખા જેને છે તે 2. કેસુડાનું વૃક્ષ 3. લાંગલી વૃક્ષ 4. સાતમા વાસુદેવના પિતાનું નામ . દક્ષિણ દિશાના અગ્નિકુમાર દેવોનો ઇન્દ્ર 6. અગ્નિની જવાળા) બિલાડીની આંખે ચઢેલો ઉંદર ક્યાં સુધી ખેર મનાવી શકે? આગની જવાળાઓમાં લપેટાયલું ઘર ક્યાં સુધી સાબૂત રહી શકે? અને ક્રૂર એવા કર્મરાજાની વક્રદૃષ્ટિનો ભોગ બનેલો આત્મા ક્યાં સુધી સુખ ભોગવી શકવાનો છે? આવા જીવોને તો એમ જ કહેવું પડે કે, “અપવા માપ તાર તમારો નંબર થોડીવારમાં જ આવશે. ili