________________ 345UCT - અતિપ્રજ્ઞ (ત્રિ.) (તત્ત્વજ્ઞ, તત્ત્વમાં નિષ્ઠા પામેલી છે પ્રજ્ઞા જેની તે). જેઓ સ્વયં અગીતાર્થ છે તેમના માટે ગીતાર્થની નિશ્રામાં વિચરવાનો શાસ્ત્રાદેશ છે. કારણ કે, ગીતાર્થની પ્રજ્ઞા કેવલી ભાષિત તત્ત્વોમાં નિષ્ઠા પામેલી હોય છે. તેઓ ઉત્સર્ગ અને અપવાદના માર્ગોને જાણનાર હોવાથી સ્વયં તો તરે છે અને તેમની શરણે આવેલા જીવોના પણ તારણહાર બને છે. મ (મ) [ - IIT () (ધર, મકાન, ગૃહ 2. સ્થાન 3. ગૃહસ્થ) અગાર એટલે ઘર, આચારાંગસૂત્રમાં ગૃહ બે પ્રકારે બતાવવામાં આવેલા છે. 1. દ્રવ્યગૃહ- કાઇ, ઇંટ, ચૂનાદિ દ્રવ્યોથી બનેલું ઘર તે દ્રવ્યગૃહ અને 2. ભાવગૃહ-અનંતાનુંબંધિ-કષાયોથી આત્મામાં ઉત્પન્ન થયેલા કષાયમોહનીયાદિ કર્મ તે ભાવગૃહ છે. જેણે હજી આ કષાયરૂપી ભાવગૃહનો નાશ નથી કર્યો તે ભવગૃહમાં રઝળ્યા જ કરે છે. મારી - ANIRચ્છ () (ઘરમાં રહેનાર, ગૃહસ્થ) આજે પૈસાના જોરે વ્યક્તિ મકાન તો બનાવી લે છે પરંતુ, તેને ઘર બનાવી શકતો નથી, કારણ કે ઘર બનાવવા માટે જોઈએ પરસ્પર માટે લાગણીઓની ઉષ્મા, ઔદાર્ય, સુસંસ્કાર. જેનો તેની પાસે અભાવ છે. જ્યાં સુધી આ ગુણોનો સંગમ નથી થતો ત્યાં સુધી મકાન ઘર નથી બની શકતું અને તેમાં રહેનાર વ્યક્તિ પણ ગૃહસ્થ બની શકતો નથી. (મ) TIRધમ્મ - IIM (કું.). (ગૃહસ્થ ધર્મ, દેશવિરતિ ધર્મ) દેશના પ્રધાનમંત્રી બનતા પહેલાં તેને દેશના નાગરિક તરીકેની શપથ લેવડાવવામાં આવે છે અને તેમાં નાગરિક તરીકેના નિયમોનું પાલન કરવાની કબૂલાત કર્યા પછી જ તે દેશના વડાપ્રધાન બની શકે છે. તેમ જિનશાસનમાં જન્મે શ્રાવક તો ઘણા બની જાય છે. પરંતુ જેને શાસ્ત્ર માન્યતા આપે છે તેવા શ્રાવક બનવા માટે શ્રાવકધર્મને ઉચિત 5 અણુવ્રત 4 શિક્ષાવ્રત અને 3 ગુણવ્રત રૂપી 12 વ્રતો ગ્રહણ કરવા પડે છે. તે સ્વીકાર્યા પછી જ તે સાચા સ્વરૂપમાં શ્રાવક ગણાય છે. अगारबंधण - अगारबन्धन (न.) (પુત્ર-સ્ત્રી-ધન-ધાન્યાદિ ગૃહબંધન). સંસારની અસારતા સમજ્યા પછી સંયમ લેવા માટે ઉદ્યત થયેલા ભવ્યજીવે પોતે વિસ્તારેલા કટુંબ, પરિવાર, ધનાદિ તથા ગૃહસ્થજીવનની પ્રત્યેક મોહવૃત્તિ તેના માટે બંધન રૂપ બને છે. સ્ત્રી, પુત્રાદિ વિશિષ્ટ સ્નેહબંધનથી જકડાયેલી વ્યક્તિની જેમ તે સત્યમાર્ગ જાણવા છતાં તે તરફ પ્રયાણ કરી શકતો નથી. સવ - મરવ (ત્રિ.). (ઋદ્ધિ વગેરેના અભિમાનથી રહિત) પ્રશ્નવ્યાકરણના પાંચમા સંવર દ્વારમાં જણાવ્યું છે કે સંપત્તિ, કુળ વગેરેની શ્રેષ્ઠતાનું અભિમાન કરવાથી કર્મબંધ થાય છે. આ કર્મો ભવિષ્યમાં પુનઃ ઉત્તમકુળ વગેરેની હાનિ કરાવે છે. આ સંદર્ભે ભગવાન મહાવીરસ્વામીના મરીચિના ભવનો પ્રસંગ ખૂબ જાણીતો છે. ભરત ચક્રીએ પ્રભુ ઋષભદેવને પર્ષદામાં પૂછ્યું કે હે ભગવંતા આ પર્ષદામાં ભાવિ તીર્થકરનો જીવ છે? ત્યારે ભગવાને જણાવ્યું કે હે ભરત! તારો પુત્ર મરીચિ આ ચોવિસીમાં અંતિમ તીર્થંકર થશે. આ સાંભળીને ભરત ચક્રીએ મરીચિત્રિદંડીને જણાવ્યું કે, હે મરીચિ! હું તમારા વેષને વંદન નથી કરતો, પરંતુ તમે આ ચોવિશીમાં પ્રથમ વાસુદેવ અને અંતિમ તીર્થપતિ થવાના છો. તેથી તમારા ભાવિ તીર્થંકરપણાને વંદન કરું છું. આમ વંદન કરીને ભરત ચક્રી ગયા પછી મરીચિ નાચવા લાગ્યા અને કહેવા લાગ્યા કે મારા દાદા આ ચોવિશીના પ્રથમ તીર્થકર, મારા પિતા પ્રથમ ચક્રી, હું આ ચોવિશીમાં પ્રથમ વાસુદેવ અને છેલ્લે અંતિમ તીર્થંકર થઈશ. અહો ! કેવું સારું ઉત્તમ ફળ છે. આ પ્રમાણે ઉચ્ચકુળનો ગર્વ કરતાં તેઓએ જે નીચગોત્રકર્મ બાંધ્યું તેના કારણે તેઓએ અનેક વખત ભિક્ષુકકુળમાં ઉત્પન્ન થવું પડ્યું. યાવતુ તીર્થકરોનો જન્મ ઉચ્ચકુળમાં જ થાય છે પરંતુ છેલ્લે નીચગોત્રકર્મ ભોગવવાનું 107