SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ વિટ્ટ- સાષિત (ત્રિ.) (ગવેષણાથી અપરિભાવિત આહારાદિ, આહારાદિની ગવેષણા નહીં કરેલું). સાધુ-સાધ્વીઓના આહાર-પાણી આદિની બાબતોએ વિસ્તૃત છણાવટ કરનારા પિંડનિર્યુક્તિ ગ્રંથમાં જણાવ્યું છે કે, જે આહારાદિની સારી રીતે ગવેષણા કરેલી નથી તે આહારાદિને ગ્રહણ નહીં કરવો. તેમજ તેવા અગવેષિત આહારનો પરિભોગ પણ કરવાનો નથી હોતો. આહારશુદ્ધિથી સચ્ચારિત્ર નિર્માણ અને નિર્વાહ થાય છે. આ વાત અનુભવથી સમજાય તેવી છે. अगहणवग्गणा - अग्रहणवर्गणा (स्त्री.) (વર્ગણા વિશેષ, જીવ વડે ગ્રહણ કરવામાં ન આવતો પુદ્ગલોનો સમૂહ) શતક નામના પાંચમાં કર્મગ્રંથમાં આવતા વિશ્લેષણ પ્રમાણે અલ્પપરમાણુરૂપે હોવાના કારણે અને સ્થૂળ પરિણામ હોવાથી સ્વાભાવિકપણે જીવોના ગ્રહણમાં નહીં આcતી કર્મવર્ગણાને અગ્રહણવર્ગણા કહેવાય છે. એવી ઘણી વર્ગણાઓ છે જે જીવ દ્વારા ગ્રહણ થતી નથી. માહિત્ય - માહીતિ (ત્રિ.) (અસ્વીકૃત, ગ્રહણ નહીં કરાયેલું) કર્મનિર્જરા માટે તપ સર્વોત્તમ સાધન છે. તેમ ગ્રહણ નહીં કરાયેલી અનંતાનંત કર્મવર્ગણાઓને આત્મા સાથે મિશ્ર થતી રોકવા માટે વ્રત-નિયમ-પચ્ચખાણ એ ઉત્તમ સાધન બને છે. માટે જ સંભવિત અશુભકમને અટકાવવા અભિગ્રહો ગ્રહણ કરાય છે. વ્રતાદિના ભંગના ડરથી જે વ્રતાદિ નથી લેતા તેના કરતાં ગ્રહણ કરીને કદાચ ભંગ થઈ જાય તો શુદ્ધિ શક્ય છે. આથી ડરના માર્યા કંઈ ન કરવું તે કરતાં કંઈક કરવું વધારે સારું. अगहियगहण - अगृहीतग्रहण (न.) (સાધુઓ દ્વારા નહીં સ્વીકારાયેલા ભોજનાદિ દેય દ્રવ્ય, અંગૃહીત આહારાદિ વસ્તુ) શ્રાવકના ઘરે સાધુ ભગવંતો ગોચરીએ પધારે અને સંજોગોવશાત વહોરાવવાનો પદાર્થ અસૂઝતો હોય તો તે સંયમી મુનિ તેવા આહારનો સ્વીકાર કરતા નથી. અથવા પોતાને તપ-જપ-સ્વાધ્યાય-સંયમમાં અનુપયોગી લાગે તો સૂઝતો આહાર પણ સ્વીકારતા નથી. હાય રે ! ક્યાં આપણી ખાઉં ખાઉં વૃત્તિ અને ક્યાં મહાત્માઓની આહાર પ્રત્યેની અલોલુપતા. अगहिल्लगराय - अग्रहिलकराज (पु.) (અગ્રહિલકરાય નામનો રાજા). કાળજન્ય કોઈક દોષ પણ પોતાના આત્મહિત માટે થાય છે તે દર્શાવવા તીર્થકલ્પમાં અગ્રહિલકરાજાનું દૃષ્ટાંત આપવામાં આવે છે. યથા ૫થ્વીપુરનગરમાં અપ્રતિલક રાજા હતો. અને સુબુદ્ધિ નામે મંત્રી હતો. એક સમયે ત્યાં નૈમિત્તિક આવ્યો અને તેણે ભવિષ્યકાળની પૃચ્છાના સંદર્ભે જણાવ્યું કે, આગામી વરસાદના પાણીથી લોકો ગાંડા બનશે અને તે પછીના વર્ષે આવનારા વરસાદના પાણી પીને સાજા થશે, એમ જ બન્યું. વરસાદનું પાણી પીને યાવતુ બુદ્ધિમાન લોકો પણ ગાંડા જેવા બને છે અને રાજા તથા મંત્રી વિશે પોતાના અહિતની ચિંતા કરતાં થકાં તેમની સત્તાપલટાની વાતો કરે છે. રાજા અને મંત્રીએ વિમર્શ કરીને નગરના લોકો જેવા જ ગાંડાનો ડોળ કરીને રહેતાં તેઓ ખુશ થયા તથા રાજા-મંત્રીએ પોતાની સત્તા સાચવી લીધી. તે પછી બીજા વરસાદના પાણી પીને લોકો પૂર્વવત્ સમજુ બન્યા. તેમ ભગવાન મહાવીરે ભાખેલું છે કે, પોતાના નિવણ પછીના દુઃષમકાળમાં સાધુઓ પોતાનો નિર્વાહ કરવા બહઋતકુલિંગીઓની સાથે તેમના જેવા થઈ વર્તતા થકા પોતાના સારા ભાવિને જોતા કાળગમન કરશે. મત- ગઢ (ત્રિ.) (તત્ત્વનિષ્ઠ, જેણે શાસ્ત્રોનું અવગાહન કરેલું છે તે) મરજીવાઓ સમુદ્રના તળ સુધી જઇને મોતી લઈ આવે છે અને એ મોતી કોઇકની શોભાનું કારણ બને છે. આપણા ગુરુભગવંતો પણ મરજીવાની જેમ ગૂઢ રહસ્યોવાળા શાસ્ત્રોનું અવગાહન કરીને ઉપદેશ દ્વારા આખા જગતને શ્રેષ્ઠ જ્ઞાનનું દાન કરે છે. જેના દ્વારા કેટલાય જીવો મોક્ષના માલિક બને છે. 106
SR No.033106
Book TitleAbhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy