________________ સાડા - એડર (પુ.) (ત નામનો એક રાજપુત્ર) અગડદત્ત નામક શંખપુરનગરના રાજા સુંદર અને રાણી સુલતાનો પુત્ર હતો. પુરુષની બોંતેર કળાઓમાં તે પારંગત હતો. તેને પોતાની પત્નીનું દુશ્ચરિત્ર જાણીને મનમાં તીવ્ર વૈરાગ્ય ઉત્પન્ન થયો હતો. ઉત્તરાધ્યયનસૂત્રની ટીકામાં તેની વિસ્તૃત કથા વર્ણવાઈ કડવદુર - મવટવું (ઈ.) (કૂપમંડૂક, કૂવામાંનો દેડકો) પરમાત્માનો ઉપદેશ છે કે, તમે આખા જગતના મિત્ર બનો. તેના માટે જોઈશે ભાવનાજ્ઞાન અને ચિંતાજ્ઞાનથી નિષ્પન્ન અંતિમ ઐદંપર્યજ્ઞાન. આ જ્ઞાન જેની પાસે છે તે જ ખરા અર્થમાં વિશ્વમૈત્રીની વ્યાખ્યા સમજી શકે છે. બાકી માન્યતાઓના વાડામાં બંધાઈ ગયેલા અને સર્વધર્મ સમભાવના બ્યુગલો ફેંકનારાઓને તો શાસ્ત્ર કુવામાંના દેડકા ગણે છે. કેમકે તેમની પાસે જગતબંધુતાની સાચી સમજણ જ નથી. મહમદ-- મવદનદ(પુ.) (કૂવાનો ઉત્સવ, કૂવાનો પ્રતિષ્ઠા મહોત્સવ) મહિય - ગથિત (ત્રિ.). (પ્રતિબંધરહિત 2. આહારાદિમાં અનાસક્ત) ઉત્તરાધ્યયનસૂત્રમાં આહાર, વસ્ત્ર, પાત્રાદિ બાહ્ય ભોગોમાં લેપાયા વિના અનાસક્ત ભાવે આચરણ કરનાર સાધુને પક્ષીની જેમ અપ્રતિબદ્ધ વિહારી કહેલા છે. કારણ કે બાહ્ય સામગ્રીનો ઉપભોગ એટલો ભયાનક નથી જેટલી તેના પરની આસક્તિ, શ્રમણ તો ખુલ્લા ગગનમાં અસ્મલિત ગતિએ વિહરનારા પંખી જેવા છે. “પરિવંઉં 8 ના પ્રતિપાલક છે. મr - (પુ.) (અગ્નિ, વલિ, આગ) અગ્નિ માટે બધું ભક્ષ્ય બને છે. તેમ ક્રોધાગ્નિનું પણ સમજવું જોઈએ. અગ્નિ જેમ સર્વપદાર્થોને બાળીને ભસ્મીભૂત કરી દે છે તેમ વર્ષોના વર્ષો સુધી આરાધના કરી પ્રગટાવેલા તપ-જપ-સંયમાદિ ગુણોને ક્રોધાગ્નિ ક્ષણાર્ધમાં બાળીને ખાક કરી નાખે છે. દશવૈકાલિકસૂત્રમાં સાધુ ભગવંતો માટે અગ્નિનું સેવન નિષિદ્ધ કરતાં જણાવ્યું છે કે, " અંગારા, આગ, તણખા, ઉંબાડીયારૂપે રહેલા તેજસ્કાયને મુનિ પ્રજવલિત કરે નહીં, ખખોરે નહીં કે ઓલવે નહીં अगणिआहिय - अग्न्याहित (पु.) (અગ્નિ લવાયો છે જેઓ વડે તે 2. સ્થાપેલો અગ્નિ, લાવેલો અગ્નિ) કાર્યસિદ્ધિ માટે જેમ ભાગ્યને કારણ તરીકે ગયું છે તેમ પુરુષાર્થ પણ એક આવશ્યક કારણ છે. મોટા ભાગના કાર્યો પુરુષાર્થથી જ સિદ્ધ થતાં હોય છે. પુરુષાર્થ કર્યા પછી સિદ્ધિમાં જે ઓછાવત્તાપણું હોય તેને ભાગ્ય કહેવું ઉચિત છે. કેમકે ચૂલામાં અન્ન રાંધવાની સિદ્ધિ જોઇતી હોય તો અગ્નિ પ્રગટાવવાનો પુરુષાર્થ કરવો પડે છે. ભઠ્ઠીમાં સ્થાપેલો અગ્નિ તમને કાંઈ પાક તૈયાર કરી આપતો નથી, કહેલું પણ છે કે, “પુરુષાર્થે સિત થff મનોરર્થ:' अगणिकंडयट्ठाण - अग्निकण्डकस्थान (न.) (અગ્નિનું સ્થાન, અગ્નિથી પ્રજવલિત સ્થાન) જૈનધર્મમાં સર્વ જીવોની ગણના પડકાયરૂપે થયેલી છે. તેમાં અગ્નિને પણ જીવ માનવામાં આવ્યો છે. શ્રમણોને સર્વ પ્રકારના જીવોની સૂક્ષ્મ અને બાદર એમ બન્ને પ્રકારે હિંસાનો ત્યાગ હોય છે. આચારાંગસૂત્રમાં પણ કહેવામાં આવ્યું છે કે, જ્યાં અગ્નિ પ્રજવલિત થયેલો હોય તેવા નિભાડાદિક સ્થાનમાં સાધુએ ઈંડિલ-માત્રુ વર્જવા જોઇએ. अगणिकाय - अग्निकाय (पुं.) - (અગ્નિકાય, તેરકાય) 101