________________ શરીર પર ખંજવાળ આવે તો તેને ખંજવાળવાની ઇચ્છાનો પણ નિરોધ કરે છે. iઇ - અન્ય (ઈ.) (બાહ્ય અભ્યતર ગ્રંથિથી રહિત, નિગ્રંથ, સાધુ). આપણે જૈન સાધુને શ્રમણ, મહારાજ સાહેબ, મુનિ વગેરે નામોથી ઓળખીએ છીએ પરંતુ, તેમનું એક નિગ્રંથ એવું નામ શાસ્ત્રોમાં આવે છે. તેનું કારણ એક જ છે કે તેઓ અત્યંતર રાગ-દ્વેષ અને બાહ્ય વસ્ત્રાદિમાં પણ ગ્રંથિ-ગાંઠ રાખતા નથી. એમ બન્ને પ્રકારની ગાંઠથી રહિત હોય છે. આપણે કદાચ બાહ્ય ગાંઠો ન છોડી શકીએ પરંત, મનમાં બીજા માટે વાળેલી રાગ-દ્વેષની ગાં, જ શકીએ છીએ અને જે ગ્રંથિનો ત્યાગ કરે છે તે સંસારમાં હોવા છતાં પણ નિગ્રંથ જ છે. મi - સભ્ય (ત્તિ.) (અત્યંત દુર્ગધી) આજે વ્યક્તિ પાસે મકાન છે પરંતુ લાગણીઓની ઉષ્માથી ભરેલું ઘર નથી. ઘરમાં માણસો રહે છે પરંતુ, તેમનામાં માણસાઈ નથી. ઘરના શો-કેસમાં ફૂલો છે પરંતુ, તેમાં સુવાસ નથી. આજની વ્યક્તિ પાસે હૃદય છે પરંતુ ધબકતી ભાવનાઓ નથી. વાસ્તવમાં આજનો માનવ નરી વાસના, લોભ, ઈર્ષ્યા અને અશ્વિના દુર્ગધી ગટરનો કીડો થઈ ગયો છે. થr - અન્યન (પુ.) (સર્પજાતિ વિશેષ) દશવૈકાલિકસૂત્રમાં શ્રમણોને અગંધનજાતિના સર્પ જેવા કહેલા છે. સર્પ બે પ્રકાના છે 1. ગંધનકુળના અને 2. અગંધનકુળના તેમાં મંત્રથી ખેંચાયેલા અગંધન જાતિના સર્પ બળતી ચિતામાં મરી જવાનું પસંદ કરે છે પરંતુ, એકવાર દંસેલું ઝેર પાછું પીવા તૈયાર થતા નથી. તેમ વિષ સમા સંસારના ભોગસુખોને થેંકી દીધા પછી સાધુ મરવાનું પસંદ કરે પરંતુ ઘૂંકેલા વિધ્યસુખોને ક્યારેય ન ચાટે. 3 છમાન - અTછત્ (વિ.). (નહીં જતો, નહીં ચાલતો) જેને ક્યારેય વરિયાળી જેવું વ્યસન પણ નહોતું તે દારૂ પીતો થઇ ગયો. જે ક્યારેય ચિત્રો પણ નહોતો જોતો તે ગંદા ચલચિત્રો જોતો થઈ ગયો. જે ક્યારેય સ્ત્રી સામે જોતો નહોતો તે વેશ્યાવાડે જતો થઈ ગયો. અને ક્યારેય હોટલમાં નહીં જનાર જુગારના અડે જતો થઇ ગયો. હે નાથ ! આ બધું માત્ર ખરાબ સોબતોનું જ પરિણામ છે. હે જગતમિત્ર! હું આપની પાસે બીજું કાંઇ નથી માંગતો માત્ર એટલું જ માંગુ છું કે, મને ક્યારેય આવા દુમિત્રોના પનારે ના પાડીશ. આપવા હોય તો કલ્યાણમિત્ર આપજે જે મને સાચા માર્ગે વાળે. માડ - અછૂત (.) (નહીં કરેલું) પહેલી વખત ભણવા જતી વખતે, પોતાના હાથે ખાતી વખતે, નોકરી કરતી વખતે અને પરણવા જતી વખતે ક્યારેય વિચાર કર્યો તો કે, આવું તો મેં પહેલા ક્યારેય કરેલું નથી તો હવે કેવી રીતે કરીશ? ત્યાં તો હોંશે હોંશે તૈયાર થઇ જાવ છો. તો પછી તપશ્ચર્યાના અવસરે, પૂજા માટે ધોતીયું પહેરતી વખતે અરે! મહારાજ સાહેબને વંદન કરવા જવા માટે એવા વિચારો શા માટે કરો છો કે આવું તો મેં ક્યારેય કર્યું નથી એટલે કેવી રીતે કરી શકું? માતઃ - સવદતર (.) (કૂવાનો કાંઠો) ચૌદ ગુણસ્થાનકમાં સાધુને સાતમા અપ્રમત્ત ગુણસ્થાનકના ધણી ગણવામાં આવેલા છે. તેઓ પોતાના કર્તવ્યો અને એકાંતે કર્મનિર્જરામાં સદા જાગ્રત હોય છે. તેઓ કર્મનિર્જરા માટેનો એક પણ પ્રસંગ જવા દેતા નથી. જેનું પ્રત્યક્ષ ઉદાહરણ છે કામવિજેતા સ્થૂલિભદ્રના ગુસભાઇ. જેઓએ ચાર મહિના ચોવિહારા ઉપવાસપૂર્વક, સતત કાઉસગ્નધ્યાનમાં કૂવાના ભારવટ પર અપ્રમત્ત ભાવે ચાતુર્માસ વ્યતીત કર્યું હતું. 100.