SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ મોદUT - મધર (ત્રિ.) (ક્રોધ રહિત, અક્રોધી) કૂરગડ મુનિ સુધાવેદનીયકર્મના ઉદયે સંવત્સરી જેવા દિવસે પણ તપ કરી શકતા ન હતા, અને તેમના જ ગુરુભાઈઓ ચારમાસી તપના તપસ્વીઓ હતાં. છતાં પણ કુરગડ મુનિને પ્રથમ કેવલજ્ઞાન થયું તેનું કારણ ગુરુભાઈઓ ઉત્કૃષ્ટ તપસ્વી હોવા છતાં ક્રોધી અને અહંકારી હતા. જયારે કૂરગડ મુનિ વિનયી અને ક્ષમાવંત હતા. માત્ર ક્ષમાગુણના પ્રતાપે તેઓ કેવલજ્ઞાનને વર્યા. મતં (વે) (પ્રવૃદ્ધ, વૃદ્ધિમાન). કોઈક સ્થાને લખેલું છે કે “ધર્મ કરતાં ધન વધે, ધન વધતાં મન વધ જાય, મન વધતાં મહિમા વધે, વધત વધત વધ જાય' એટલે જો તમે ધન, સમૃદ્ધિ અને યશ-કીર્તિની અપેક્ષા રાખો છો તેના માટે પણ ધર્મનું શરણું સ્વીકાર્યા વિના છૂટકો નથી. કેમકે ધર્મ જ બધા સુખોની જનની છે. દંત - માત્રાન્ત (કિ.). (ઘેરાયેલું, પ્રસ્ત 2. પરાભવ પામેલું, પરાસ્ત, પીડિત 3. આક્રમણ 4. અચિત્તવાયુકાયનો એક ભેદ) થોડુંક દુ:ખ કે આપત્તિ આવતાં લોકો ભુવા, જયોતિષિઓ કે અન્ય મિથ્યાત્વી દેવો પાસે દોડી જાય છે અને દોરા-ધાગા વગેરે કરાવા મંડી પડે છે. પરંતુ જેઓ ખુદ કર્મોથી પીડિત છે તેઓ બીજાની શું પીડા મિટાવવાના હતા? જો તમારે ખરેખર આપત્તિઓથી મુક્તિ જોઇતી હોય તો જેઓ સ્વયં કર્મથી મુક્ત છે તેવા વીતરાગી દેવના ચરણે જવું જોઈએ. મદáતકુવરd - ટુવાન (ત્રિ.) (દુઃખથી પીડિત, દુઃખથી દબાયેલું) શારીરિક અને માનસિક દુઃખોથી હતાશ અને નિરાશ થઇ ગયેલો આજનો માનવી તે દુઃખોના નિરાકરણરૂપ દવાઓ. યોગ. મેડીટેશન, હવાફેર વગેરે રસ્તાઓ અપનાવે છે. પરંતુ આ શારીરિક અને માનસિક દુઃખો પાછળ હેતુભૂત છે અશતાવેદનીય કર્મ. દવા વગેરેથી તમારા દુઃખો ટેમ્પરરી શાંત થશે જ્યારે અશાતાવેદનીયના નાશથી તમારા દુઃખોનો જડમૂળથી નાશ થશે. તમારે શું કરવું છે દુ:ખોનો ટેમ્પરરી નાશ કરવો છે કે લાઈફલોંગ? મઠંદ્ર માન (પુ.) (મોટેથી રડવું તે, વિલાપ કરવો તે 2. ચોરાશી આશાતનામાંની એકતાલીસમી આશાતના 3. શબ્દ 4, આહ્વાન કરવું, બોલાવવું 5. મિત્ર 6. ભાઈ 7. દારુણ યુદ્ધ 8. દુઃખીને રોવાનું સ્થાન 9, નૃપ ભેદવિશેષ) વૈરાગ્યશતક નામના પ્રાચીન ગ્રંથમાં કહેલું છે કે, જીવ અત્યાર સુધી એટલું બધું રડ્યો છે કે તેના આંસુઓ માટે નદીઓ, તળાવો અને સાગરો પણ ઓછા પડે. પરંતુ આટલા બધા રુદન પછી પણ તેને મોક્ષ તો પ્રાપ્ત નથી જ થયો. અરે ! રડવું હોય તો ગૌતમસ્વામીની જેમ રડો જેનાથી જીવનમાં ફરી ક્યારે રડવું જ ન પડે. ૩áવળ - મ ન (1.). (જોર-જોરથી રડવું તે, મોટા અવાજે રડવું તે 2. આહ્વાન કરવું તે, બોલાવવું). અત્યાર સુધી કેટલીય વખત જિનાલયના પગથિયા ઘસી કાઢ્યા, કેટલીય માળાઓ તોડી નાખી, પ્રતિક્રમણો કરીને કેટલાય કટાસણાઓ ફાડી નાંખ્યા અને કેટલીય વખત વંદિત્તસૂત્ર બોલ્યા. પરંતુ ક્યારેય આંખમાં આંસુ સાથે પાપોનો પસ્તાવો થયો છે ખરો ? ઓલા ભરૂચના શ્રાવક હતા જેઓ વંદિત્તાસૂત્રમાં સં તં દિમ' પદ આવતા મોટે મોટેથી ડૂસકાં ભરીને રડતા અને આચરેલા પાપોની માફી માંગતા. જે દિવસે આવું વર્તન આપણું થશે તે દિવસે આપણો મોક્ષ બહુ દૂર નહીં હોય. અદ્વૈતૂવા - 3 ઈંતુ (સૂ) a (ત્રી.) (એક જાતની ગુચ્છવનસ્પતિ) અદિતી - સ્થ7 (1.) (મથુરામાં આવેલું એક સ્થાન)
SR No.033106
Book TitleAbhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy