________________ આરાધી શકતો નથી. કેમકે ધર્મનો પાયો જ અહિંસા પર રહેલો છે અને અહિંસા પાલન માટે જોઇએ અક્રૂરતા, જીવદયાના શુભ અધ્યવસાય, આથી જે યોગ્ય અને અક્રૂર પરિણામવાળો છે તે જ દયામૂલક ધર્મની નિષ્કલંક આરાધના કરી શકે છે. વત્ર - અવ7 (ત્રિ.). (અશુદ્ધ 2. જેમાં કેવળ નથી તે) દરરોજ સવારે જલદ્વારા દેહશુદ્ધિ કરીને તમે પરમાત્માની પૂજા કરવા જાઓ છો. તેને તમે ભગવાનની ઉપાસના માનો છો. પરંતુ, ખરી ઉપાસના તો પ્રભુના સાંનિધ્યથી તમારા આત્મામાં ગુણોનો કેટલો આવિર્ભાવ થયો તે છે. જો આત્મિકશુદ્ધિ નથી થઇ તો પછી માત્ર દેહશુદ્ધિનો શો મતલબ? કેમકે માછલું આજીવન પાણીમાં જ રહેવા છતાં દુર્ગંધવાળું જ રહે છે. મનનું માલિન્ય એજ ખરી અશુદ્ધિ છે. મોહક - મૌદૂદન (ત્રિ.) (નાટકાદિ કુતૂહલરહિત) માત્ર ઉંમરના કારણે બાલિશતા હોય તેવું નથી પરંતુ, બાળકની જેમ કુતૂહલતાભરી ચેષ્ટ કરવી તે પણ નાદાનિયત છે. કોઇપણ વસ્તુમાં કે પ્રસંગમાં કુતૂહલતા દાખવવી તે બાલિશતાની દ્યોતક છે. પછી તે વયથી બાળક ન હોવા છતાં પણ જ્ઞાનીની દૃષ્ટિએ તે બાળક જ છે. માટે જ શાસ્ત્રોમાં શ્રમણોને ઉદેશીને કહેલું છે કે, હે શ્રમણ ! તારાચિત્તમાં રહેલી કુતૂહલતાનો ત્યાગ કરીને કુતૂહલતારહિત બન, સ્થિરચિત્ત બન. ગોખ - અક્ષણ (ત્રિ.) (ગુસ્સો કરવાને અયોગ્ય, અદૂષણીય) જ્યારે જીવનમાં કોઈ દુઃખી કરનારી ઘટના બની જાય છે ત્યારે આપણે જે-તે વસ્તુ કે વ્યક્તિને કારણ માનીને તેની ઉપર ક્રોધ કરીએ છીએ. પરંતુ, પરમાત્મા કહે છે કે, વાસ્તવિકતા કાંઈક જુદી જ છે. તને દુઃખ પહોંચાડવામાં વ્યક્તિ કે વસ્તુ તો નિમિત્ત કારણ છે. પરંતુ મુખ્ય કારણ તો તારા કર્મો છે. માટે તેઓ પર ગુસ્સો કરવો અયોગ્ય છે. જો તારે ક્રોધ કરવો જ હોય તો તારા કર્મો પર કર અને તેનો નાશ કેવી રીતે કરવા તેના ઉપાય શોધ. સાચી રીતે ગુસ્સો કરવા લાયક પોતાના દુષ્ટકર્મો જ છે અન્ય કોઈ નહીં. ગોવિદ - મોષિત (ત્રિ.) (ગુસ્સા વગરનું, દૂષણરહિત). બકરાના ટોળામાં રહેલું સિંહબાળ ભલે વર્તમાનમાં તેનું સ્વરૂપ ભૂલી ગયું હોય પરંતુ જે દિવસે તેને પોતાની જાતની સમજણ પડશે, બકરાઓનો સાથ સહજ રીતે છૂટી જશે. તેમ રાગાદિ દુર્ગુણોથી ઢંકાયેલો આત્મા ભલે પોતાનું સ્વરૂપ ભૂલી ગયો હોય. પરંતુ જે દિવસે તે આત્માના શુદ્ધસ્વરૂપને જાણીને સાચી દિશામાં પોતાના વીર્યને ફોરવશે તે દિવસે પોતાની દૂષણરહિત સ્થિતિને પ્રાપ્ત કરી લેશે. મોહિત (ઈ.) (શ્રત અને વયથી જેણે યોગ્યતા પ્રાપ્ત નથી કરી તે, સતુ શાસ્ત્રાવબોધરહિત, સમ્યજ્ઞાનમાં અનિપુણ, અપંડિત, અજ્ઞાની) જેને જ્ઞાનાવરણીયનો તીવ્ર ક્ષયોપશમ હોય પરંતુ, મોહનીયકર્મનો ક્ષયોપશમ ન હોય તો તેને શાસ્ત્રાભ્યાસ પરિણમતો નથી. કારણ કે જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ જ્ઞાન તો અપાવે પરંતુ, ઐદંપર્યના જ્ઞાનવાળું પાણ્ડિત્ય તો મોહનીય કર્મનો ક્ષયોપશમ જ અપાવે છે. તેના વિનાનો જીવ ગમે તેટલું ભણેલો હોય પરંતુ, નિશ્ચયથી તો તે અજ્ઞાની જ છે. મોહનીયકર્મ પંડિતોને પણ ભ્રમ પેદા કરાવી જાણે અવિયL () - વિવાન (ઈ.) (સમ્યજ્ઞાનરહિત). લોકમાં કહેવાય છે કે, ગર્ભિણી સ્ત્રીનું દુઃખ એક ગર્ભિણી સ્ત્રી જ જાણી શકે છે વંધ્યા નહીં. તેમ જ્ઞાનીએ ઘણા પરિશ્રમ પછી બનાવેલા ગ્રંથની કિંમત એક જ્ઞાની જ સમજી શકે છે અજ્ઞાની નહીં, કેમકે પુત્રને જન્મ આપવો અને નૂતન ગ્રંથની રચના કરવી અત્યંત પરિશ્રમપૂર્વક સાધ્ય બને છે.