________________ જરૂર છે. अकामअण्हाणग - अकामास्नानक (पुं.) (અકામ નાનથી રહિત, અસ્નાનાદિજન્ય પરિદાહ-પરિતાપ-દુઃખ 2, નિરભિપ્રાય) ધૂળવાળા સ્થાનમાંથી કે પછી કોઈ પ્રદૂષિત સ્થાનમાંથી ઘરે આવ્યા બાદ તમે પહેલું કામ સ્નાન કરવાનું કરો છો. કેમ કે તમે જાણો. છો કે, સ્નાનથી શરીરનો મેલ તથા કંટાળો, ગરમી વગેરે તુરંત દૂર થઇ જશે. જ્ઞાની ભગવંતો પણ એમ જ કહે છે કે, જીવ હંમેશાં ઇચ્છાઓ, અપેક્ષાઓના પ્રદૂષિત વાતાવરણમાં રહેલો છે અને તે નિરંતર પરિતાપ ભોગવ્યા કરે છે. તે જયાં સુધી અકામ અર્થાતું, સંતોષરૂપી જલથી સ્નાન નહીં કરે ત્યાં સુધી તેનો આ પરિદાહ દૂર થવાનો નથી. મેક્ષા - મઠ્ઠામશ્રામ (ત્રિ.) (ઇચ્છા-મદન-કામથી ભિન્ન કામનાવાળો, મોક્ષાભિલાષી) જેને કામ-મૈથુનની અભિલાષા નથી તે અકામકામ કહેવાય છે. તેવા કામાભિલાષ રહિતને અકામ અર્થાત મોક્ષાભિલાષી કહેવાય છે. કારણ કે સકલ અભિલાષાઓની નિવૃત્તિ થયે તેની કામના કરાય છે. આ સંદર્ભે ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે કે, મોક્ષાભિલાષકે કામદેવની અભિલાષા તો દૂર તેની સંસ્તવના પણ ત્યાગવી પડે. યાદ છે ને, કામ અને રામ એક જ મ્યાનમાં ન રહી શકે अकामकिच्च - अकामकृत्य (त्रि.) (ઈચ્છા વગર કર્તવ્ય જેને છે તે, અનિચ્છાકારી) શાસ્ત્રોમાં કહ્યું છે કે કામાભિલાષાઓ જેણે ત્યાગી દીધી છે તેને અ સાધુ કહી શકાય. તેવો આત્મા દુર્ગતિ, દુઃખ, દરદોની જંજાળમાંથી જલ્દી છૂટી જાય છે. જીવાત્માને અનાદિકાળથી લાગેલી ચાર ઓઘ સંજ્ઞાઓ પૈકી મૈથુન સંજ્ઞા પણ એક છે. જીવનમાં જયારે ધર્માભિલાષા જાગે છે ત્યારે આ કામાભિલાષા ગૌણ બની જાય છે. વાવત ક્ષીણ થતાં ધર્મ સોળે કળાએ ખીલી ઉઠે છે અને તેને સિદ્ધિવધૂ વેગે વરે છે. ગામ - વામ(ત્રિ.) (અનભિલષણીય 2. વિષયાદિ વાંછારહિત) હે જીવ! કુટુંબ-પરિવાર, વ્યાપારાદિની ઇચ્છાથી રહિત થયેલા તને ધર્મ આરાધના કરવાની ઇચ્છા પેદા થયે કોણ રોકી શકે છે? અર્થાત, સાંસારિક ઇચ્છાથી નિવર્તિત થયેલા ભવ્ય જીવને અવસર પ્રાપ્ત સંયમાનુષ્ઠાન આદરવાની પ્રવૃત્તિથી કોઇ રોકી શકતું નથી, પોતાના પરલોકના હિત માટે ઉદ્યત થયેલા જીવને કોઈ વારી શકતું નથી, ગોખી રાખો ધ્યેયપ્રાપ્તિની દઢ ઈચ્છા રાખનારને વિચલિત કરી શકતું નથી.’ મામછુ - ૩%ામસુધા (સ્ત્રી.) (નિર્જરાની ઈચ્છા વિના ભૂખ વેઠવી તે, અનિચ્છાએ ભૂખ્યો રહેનાર) મુનિવરોને દેવ-મનુષ્ય-તિર્યંચાદિકૃત સુધાદિ 22 પ્રકારના પરિષદો સહન કરવાના હોય છે. સાધનામાં આગળ વધવા માટે પરિષહો સહાયક છે અને સમભાવે સહન કરતાં કર્મનિર્જરાનું કારણ બને છે. જે સુધાદિ પરિષહો સહન કરવાની ઇચ્છાવાળો નથી તેને અકામસુધાવાળો કહેવાય છે. અકામ અર્થાત અનિચ્છાથી સુધાદિ સહન કરવાથી કર્મનિર્જરારૂપ કોઈ વિશેષ લાભ થતો નથી. મજાન RT - અમનિરપત (ત્રી.) (જેમાં અનિચ્છા કારણ હોય તેવું, વેદનાના અનુભવમાં અનિચ્છા-અમનસ્કતારૂપ કારણ) ભગવતીસૂત્રમાં અકામનિકરણની વ્યાખ્યા આ પ્રમાણે કરી છે. ‘તમોપટલની જેમ જ્ઞાનાવરણીય અને મોહનીયકર્મરૂપ જાળથી આચ્છાદિત એવા અજ્ઞાની જીવોને અકામનિકરણ કહે છે' આવા નિ:સત્વી જીવો વેદનાના અવસરે અમનસ્કતા-અનિચ્છા ધરાવતા હોય છે. તેમાં કારણભૂત તથા પ્રકારનું જ્ઞાનાવરણીય મોહનીય કર્મ હોય છે. જગતમાં સૌથી મોટી વિડંબના મોહનીયકર્મની જ છે. માળિHTI - ઝાનિ (સ્ત્રી.). (નિર્જરાની અભિલાષા-ઇચ્છા વગર પરાધીનપણે સુધાદિ સહન કરવા તે, અકામનિર્જરા). છે જે આત્માભિમુખ નથી બન્યા તેવા જીવોને સામેથી આવી પડેલા પરિષહો સહન કરવાની બિલકુલ ઇચ્છા નથી હોતી. છતાંય કમને