SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનીની. अकसिणपवत्तय - अकृत्स्त्रप्रवर्तक (पुं.) (અપરિપૂર્ણસંયમનું પ્રવર્તન કરનાર, દેશવિરત, શ્રાવક) જિનાગમોનું ગુરુમુખે શ્રદ્ધાથી શ્રવણ કરનારા શ્રાવકોના 21 ગુણો બતાવ્યા છે. તે ગુણોથી અલંકૃત શ્રાવક જિનશાસનની અદ્ભુત પ્રભાવના કરનારા બને છે. આવા શ્રાવકોથી જિનશાસન હજુ પણ સાડાઅઢાર હજાર વર્ષ પર્યન્ત અલંકૃત રહેશે, अकसिणसंजम - अकृत्स्नसंयम (पुं.) (દશવિરતિ, શ્રાવકધમ). ભગવાન મહાવીરના શાસનમાં અનેક શ્રાવક અને શ્રાવિકાઓ થયા પરંતુ, આનંદ, કામદેવ આદિ દશ શ્રાવકોને જ કેમ પ્રાધાન્ય અપાય છે એવો પ્રશ્ન થયો છે ખરો? તેનું કારણ એક જ છે કે, તેઓએ પરમાત્માની આજ્ઞાને રોમે-રોમમાં ઉતારેલી હતી. પરમાત્મા પાસે લીધેલા શ્રાવક યોગ્ય બારવ્રતોનું તેઓ દઢપણે પાલન કરતા હતા અને સંપૂર્ણ જીવનકાળ દરમિયાન તેમાં કોઇ ડાઘ લાગવા દીધો નહોતો. ઉપાસકદશાંગસૂત્રમાં તેમનું વર્ણન કરવામાં આવેલું છે તે જિજ્ઞાસુએ વાંચવા જેવું છે.વંદન હોજો એ સત્વશાળી શ્રાવકોને. अकसिणसंजमवंत - अकृस्नसंयमवत् (पुं.) (દેશવિરતિધર શ્રાવક, વ્રતધારી શ્રાવક) પરમાત્મા મહાવીરે બતાવેલા દેશવિરતિ ધર્મની આરાધનાથી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની આરાધના થાય છે. દેશવિરત આત્માનું લક્ષ્ય સર્વવિરતિ જ હોય છે માટે જ આગમમાં કહેવાયું છે કે, “ગૃહી ત ત ચાત્' અર્થાત્ ગૃહસ્થધર્મની આરાધનાનું ફળ સર્વવિરતિ ધર્મ છે. અને એજ શ્રાવકનું ધ્યેય બને છે. વીતરાગનું શાસન પામેલો શ્રાવક કદી પણ સંસારમાં ડૂબે નહીં એ ધ્રુવ સત્યને ગોખી રાખજો. અસિT - વત્રા (જી.) (આરોપણનો ચોથો ભેદ, જેમાં વધારે તપ સમાઈ શકે તે પ્રાયશ્ચિત્ત) મદાં - કથા (સ્ત્રી) (મિથ્યાષ્ટિ, અજ્ઞાની, દ્રવ્યલિંગી અથવા ગૃહસ્થ દ્વારા કહેવાતી કથા). ગૃહસ્થ દ્વારા કે મિથ્યાત્વી દ્વારા કહેવાતી અજ્ઞાનમૂલક ધર્મકથાને તો અકથા કહી જ છે પણ દ્રવ્યલિંગી અર્થાત, વેશધારી સાધુ દ્વારા કહેવાતી ઉપદેશ કથાને પણ અકથા કહી છે. દશાશ્રુતસ્કંધ નામના આગમ ગ્રંથમાં એનું સુંદર નિરૂપણ કરાયેલું છે. આના પરથી સહેજે સમજી શકાય કે, ગણધર ભગવંતો દ્વારા ગુંફિત દ્વાદશાંગીનું જ્ઞાન કેટલું સૂક્ષ્મતાભર્યું, ગંભીર અને ગહન છે. અરૂચ - વિયિક (પુ.). (ઔદારિકાદિ કાયાથી ભિન્ન, અશરીરી, સિદ્ધનો જીવ). જયાં સુધી કાયા છે ત્યાં સુધી સંસાર પરિભ્રમણ નિયમ છે. જેનું શરીર ધારણ કરવાનું કારણ મચ્યું કે, તરત જ ભવ ભ્રમણ પણ અટક્યું જ સમજજો . જૈન શાસનનું મુઠ્ઠીમાં સમાય એવું આ હાર્દ છે. અત્યાર સુધી અનંતા અનંત આત્માઓ અશરીરી બન્યા છે. મહાવિદેહમાં અત્યારે પણ બને છે અને ભવિષ્યમાં અનંતા ભવ્યજીવો સિદ્ધ બનશે. તે ભવ્યાત્માઓને આપણે સિદ્ધ ભગવંત સ્વરૂપે નિત્ય નમન કરીએ અને પાપોને ગમિયે. યાદ રાખો, શરીરને પંપાળવું એ સંસારની ક્રિયા છે. સંસ્કારવું તે સિદ્ધ થવાની પ્રક્રિયા છે. અબ્રામ - અal ($). (ઈચ્છાનો અભાવ, અકામ, અનિચ્છા 2. નિર્જરાદિનો અનભિલાષી 3. અભિપ્રાયરહિત 4. મોક્ષ) ભગવાન મહાવીરની સાક્ષાત્ વાણી જેમાં સંગૃહીત છે તે ઉત્તરાધ્યયનસૂત્રમાં, ભગવતીજીસૂત્રમાં તથા આચારાંગસૂત્રમાં સિદ્ધ થવાની પ્રક્રિયામાં ઈચ્છાનિરોધને પ્રધાનતા આપી છે. અર્થાત જ્યાં સુધી કામનાઓ છે, અભિલાષાઓ છે, આધિભૌતિક કોઈપણ ઇચ્છાઓ વિદ્યમાન છે તો સમજી લ્યો કે, જન્મ-મરણનું વિષચક્ર ચાલુ જ રહેશે. જયારે પણ ઇચ્છાઓ મરશે ત્યારે જ જન્મમરણનું ચક્ર અટકશે અને ત્યારે જ આત્મસિદ્ધિ પ્રાપ્ત થશે. સંસારની રુચિ છે ત્યાં સુધી જ તેની સંતતિ છે. માટે રુચિ બદલવાની. 12
SR No.033106
Book TitleAbhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy