________________ જે ભૂમિ પર અસિ-મસી-કૃષિના કર્મો થતા હોય તેમજ મોક્ષ માટેના અનુષ્ઠાનો થતાં હોય તે કર્મભૂમિ કહેવાય. જ્યાં શસ્ત્ર, વ્યાપાર કે કૃષિના કર્મો પણ નથી થતા અને મોક્ષ અર્થે આરાધનાઓ પણ નથી થતી તેવી ભૂમિને અકર્મભૂમિ કહે છે. તેનું બીજું નામ ભોગભૂમિ છે. अकम्मभूमि - अकर्मभूमि (स्त्री.) (કૃષિ આદિ કર્મ રહિત કલ્પવૃક્ષફલોપભોગપ્રધાન ભૂમિ, અઢીદ્વિીપવર્તી 30 અકર્મભૂમિ) અઢીદ્વીપમાં પાંચ હિમવંતક્ષેત્ર, પાંચ હરિવર્ષક્ષેત્ર, પાંચ દેવકુરુક્ષેત્ર, પાંચ ઉત્તરકુરુક્ષેત્ર, પાંચ રમ્યક્ષેત્ર અને પાંચ હિરણ્યવંતક્ષેત્ર એમ કુલ મળી 30 અકર્મભૂમિઓ છે. એ ભૂમિઓ ભોગભૂમિઓ હોઈ ત્યાં યુગલિક વ્યવહાર હોય છે. કર્મવ્યવહાર હોતો નથી. अकम्मभूमिय - अकर्मभूमिज (पुं.) (અકર્મભૂમિમાં ઉત્પન્ન થયેલો ગર્ભજ મનુષ્ય) જેઓ હળુકર્મી, અલ્પકષાયી અને ઋજુમતિ જીવો છે તેઓ આ પૃથ્વી પર સ્વર્ગ જેવા સુખો ભોગવવા અકર્મભૂમિમાં જન્મે છે. તેઓને જીવન યાપનની દરેક વસ્તુઓ દશ પ્રકારના કલ્પવૃક્ષો પૂરી કરે છે. આ મનુષ્યોના કષાયો અતિ અલ્પ હોય છે. તેઓને યુગલિક કહેવામાં આવે છે. એ મનુષ્યો મરીને નિયમા દેવલોકમાં ઉત્પન્ન થાય છે. કષાયની અલ્પતા મહાન પુણ્યકર્મમાં પણ કારણ બને છે. अकम्मभूमिआ - अकर्मभूमिजा (स्त्री.) (અકર્મભૂમિમાં જન્મેલી સ્ત્રી) તથાવિધ કર્મોની લઘુતા અને સરળતાદિ ગુણોના કારણે જીવ અકર્મભૂમિમાં યુગલરૂપે અવતરે છે. અર્થાત સ્ત્રી-પુરુષના જોડા સ્વરૂપે જન્મ લે છે. તેઓ અતિ અલ્પ સમયમાં યુવાન બનતા હોય છે. તેઓની સુધાદિ અતિ અલ્પ હોય છે. આયુષ્યાદિખૂબ દીર્ઘ હોય છે. જીવનના અંત ભાગે તેઓ બીજા યુગલને જન્મ આપે છે અને મૃત્યુ પામી દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થાય છે. ૩મયા - અમિતા (સ્ત્રો.) (અકસ્મતા, કર્મોનો અભાવ) સંસારી જીવોની અકર્મતા તેની અધોગતિ કરાવે છે. જીવન વિકાસને સંધી દે છે. જ્યારે યોગીની અકર્મતા તેમને સિદ્ધિસુખ આપનારી બને છે. તદ્દભવ મોક્ષગામી મહાત્મા અંતર્મુહૂર્ત આયુષ્ય શેષ રહેતા મન-વચન-કાયાના યોગોનો નિરોધ કરતા હોય છે અને યોગ નિરોધ વડે શેષ કમનો ક્ષય કરીને પાંચ હૃસ્વાક્ષરના ઉચ્ચારણ માત્ર જેટલા સમયમાં મોક્ષપદને પ્રાપ્ત કરતાં હોય છે. ટ્ટા (H) - કામાતુ ( વ્ય.) (એકદમ, અચાનક, નિષ્કારણ, નિમિત્તોની અપેક્ષા રહિત). જ્યારે કોઈ ઘટના અચાનક જ બનતી હોય છે ત્યારે આપણને ખૂબ વિસ્મયકારી લાગે છે. આશ્ચર્ય લાગે છે અને બુદ્ધિ બહેર મારી જાય છે. પણ કેવળજ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે કોઈપણ ઘટના કારણ વગર બનતી નથી. પછી તે કારણ બાહ્યરૂપે ન પણ દેખાય, પરંતુ સુક્ષ્મ કારણરૂપે તે અન્તર્નિહિત હોય જ છે. આપણને કોઈ વ્યક્તિને જોઈને પ્રેમ ઉભરાયકે કોઈકને જોઇને દ્વેષ બુદ્ધિ જાગે છે તેમાં પ્રત્યક્ષ કારણ દેખાતું ન હોવા છતાં અદશ્ય કારણરૂપે કર્મને તો માનવું જ પડે. મા (1) િિરયા - મિથિા (.) (અન્ય માટે છોડેલા બાણ વગેરેથી અન્યના ઘાત માટે બનતું ચોથું ક્રિયા સ્થાન) અઠ્ઠા (IT) વંદુ - સમાડુ(પુ.). (અન્યના વધાર્થે કરેલા પ્રહારથી બીજાનો વિનાશ થવારૂપ ચોથું ક્રિયા સ્થાન) અન્ય કોઈ શિક્ષા પાત્રને દંડ કરવા જતાં કરેલો શસ્ત્રાદિનો પ્રહાર કોઇ બીજાનો પ્રાણઘાતક બને ત્યારે નિર્દોષ દંડાય છે અને દોષી ટળી જાય છે. સ્થાનાંગસૂત્રમાં કહેલો આવો દંડ ચતુર્થ પ્રકારનો દંડ છે. જે જીવને ભવાન્તરમાં પ્રાણઘાતક ફળ આપનારો બને છે. अकम्हा (म्मा) दंडवत्तिय - अकस्माद्दण्डप्रत्ययिक (न.) (કોઈ એકને મારવાનું ધારી મારતાં અકસ્માત અન્યને હણવું તે, અકસ્માત દંડકારણ છે જેનું તે, ચોથા પ્રકારનું ક્રિયા સ્થાન) 67