________________ મદવ -- 3 વર (કું.) (અકબર બાદશાહ) અકબર' ફારસી શબ્દ છે. સમ્રાટ અકબર સુપ્રસિદ્ધ બાદશાહ થઈ ગયો. તે જૈન ઇતિહાસ પ્રસિદ્ધ શ્રી હીરવિજયસૂરિના સમાગમમાં આવ્યા પહેલા હિંસક હતો. સૂરિજીના ઉપદેશથી તેણે પોતાના વિશાળ રાજ્યમાં વર્ષભરના કુલ છ મહિના સુધી વટહુકમપૂર્વક અહિંસાનું પાલન કરાવ્યું હતું. આ પ્રસંગનું વર્ણન કલ્પસૂત્રની સુબોધિકા ટીકામાં તથા અબુલ ફઝલે લખેલ આઈને અકબરી નામના ગ્રંથમાં આપેલું છે. - મર્મ (1.). (કમભાવ, આશ્રવનો નિરોધ 2. કર્મરહિત-મુક્તાત્મા) સુખી-દુઃખી, સુરૂપ- કુરૂપ, નિર્ધન-ધનવાન ઇત્યાદિ આ સંસારમાં જેટલા પણ ઢંઢો દેખાય છે તે દરેક અર્થાતુ, સારું-નરસું બધું જ કર્મ નિત છે. કામણવર્ગણા ચૌદ રાજલોકમાં વ્યાપીને રહેલી છે. જીવ મનથી વચનથી અને કાયાથી જેવું જેવું આચરણ કરે, તે પ્રમાણે આત્મા સાથે કર્મબંધ થાય છે. આ કર્મબંધ પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ આમ ચાર પ્રકારે થાય છે. જ્ઞાનીઓ કહે છે કે જયાં સુધી કર્મો વિદ્યમાન છે ત્યાં સુધી સંસારપરિભ્રમણ છે. જેવા સર્વક ખપ્યા કે તરત જ એકમ (સિદ્ધ) બન્યા. ધર્મની સર્વઆરાધનાઓ પણ અકમ બનવા માટે જ છે. એટલે જેણે કર્મ ખપાવવા છે તેણે કર્મ વિજ્ઞાન પહેલા સમજવું જ પડશે. નવમો - મંત{ ( વ્ય.) (કર્મ વિના, કર્મ વગર) એક વ્યક્તિ ખૂબ પુરુષાર્થ કરવા છતાં ધનવાન નથી બની શકતો જ્યારે આસપાસમાં રહેતી કોઈ વ્યક્તિ અલ્પ પ્રયત્ન વડે બહુમોટી શ્રીમંત વ્યક્તિ બની જાય છે. આવા પ્રસંગે જેને કર્મગણિતનું ભાન નથી તે ખૂબ ઈર્ષ્યા કરવા લાગી જાય છે અને ક્યારેક તો સામી વ્યક્તિને ભાંડવા માંડે છે. પરંતુ યાદ રાખવું જોઈએ કે “પુણ્યોદયથી સાંપડે, ધન-શક્તિ-અધિકાર સત્કર્મ વગર શ્રીમંત ક્યાંથી થવાય ? अकम्मंस - अकर्माश (पुं.) (કર્માશ રહિત, કર્મરાજ રહિત 2. ધાતિકર્મ રહિત સ્નાતક-કેવળી) કર્મ એ કારણ છે અને સુખ-દુઃખ એનું ફળ છે. માટે પ્રભુએ કહ્યું છે કે કર્મ કરતા પહેલાં એના વિપાકનો અર્થાત, એના ફળનો વિચાર કરજો. એટલા માટે જ્ઞાની પુરુષોએ કર્મજન્ય સુખને નહીં પણ સર્વકર્મથી રહિત થવાથી મળતા સુખને જ સાચું સુખ માન્યું છે અને તે સુખ કર્મજ રહિત એવા સિદ્ધ ભગવંતોએ પ્રાપ્ત કર્યું છે. મwift () - એર્નવોરિન (ક.). (પોતાની ભૂમિકાને અનુચિત કર્મ કરનાર, અયોગ્ય કર્મ કરનાર) આશા રાખે સારા ફળની અને આચરણ કરે અયોગ્ય, અર્થાત વિપરિત વાવણી કરે તો અપેક્ષિત ફળ ક્યાંથી મળે. એટલે અયોગ્ય કર્મ કરનારને યોગ્ય ફળ ન મળે. જેમકે સંપત્તિ મેળવવા તેને અનુરૂપ પુરુષાર્થ કરવો પડે. બાવળ વાવીને આંબાના ફળ પામવાની આશા રાખે તે અયોગ્ય છે. ધર્મની બાબતમાં પણ એવું જ છે. સુગતિ આદિ યોગ્ય ફળ માટે યોગ્ય ક્રિયા કરવી પડે. સમજી લેજો - સામાયિકાદિમાં સમતાનો ભાવ લાવ્યા વિના તેનું યોગ્ય ફળ ન મળે. અAT - Yર્ષવા (ત્રિ.) (અકર્મક ધાતુ, કર્મની વિવક્ષા રહિત ધાતુ 2. જેને કર્મ નથી તે-અકર્મક) જે વચન બોલવાની કોઈ વિવક્ષા ન હોય એટલે કે, કહેવાના તાત્પર્ય વગરનું હોય તેવું વચન કે કર્મ અવિવલિત કર્મ કહેવાય છે. સુજ્ઞ શ્રાવક પોતાના રોજિંદા વ્યવહારમાં પણ એવું અસંબદ્ધ કંઈ ન કહે, કારણ કે તેનાથી ફોગટમાં કર્મબંધ થાય છે તેમ તે સુપેરે જાણે છે. अकम्मभूमग- अकर्मभूमक (पुं.) (અકર્મભૂમિમાં પેદા થનારા ગર્ભજ મનુષ્ય, યુગલિક) 66