________________ શ્રાવકૃમુનિગણ જનની, તુમહી ગુણ ખાની, સેવક લખ સુખદાયક, પાવન પરમાણી..... જય.૫. (પછી દરેક ચોપડામાં નીચે પ્રમાણે મંગલ અર્થે પ્રથમ લખવું, ત્યાર પછી શાંતિપાઠ અને વિસર્જન આગળ પાના નં. 34 પ્રમાણે ભણવું, અને યથાશક્તિ ચાર પ્રકારનું શાસદાન, આહારદાન, ઔષધિદાન તથા અભયદાન દાન કરવું.) શ્રી પરમાત્માએ નમઃ શ્રી ઋષભદેવાય નમ:, શ્રી મહાવીરાય નમ:, શ્રી ગૌતમ ગણધરાય નમ:, શ્રી કેવલજ્ઞાન લક્ષ્મીદેવૈ નમ:, શ્રી જિનમુખોદ્દભવ સરસ્વતી દેવૈ નમ:, શ્રી વીર નિર્વાણ સંવત , વિક્રમ સંવત ............. કારતક સુદ 1, વાર ઈ.સ. 19 મંગલ ભગવાન વીરો, મંગલ ગૌતમોગણી, મંગલ કુકુન્દા, જૈન ધર્મોસ્તુ મંગલ. (પછી દરેક ચોપડા પર ચંદન અથવા કંકુના છાંટણા મંગલ સુચક કરવા. પુષ્પાંજલિ ક્ષેપણ કરવી. નીચેનો મંત્ર બોલવો.) ૐ હ્રીં અર્હત્ સિદ્ધાર્યો ઉપાધ્યાય સાધવ શાંતિ પુષ્ટિ કુરુ કુરુ સ્વાહા. (પુષ્પ ક્ષેપણ કરવા.) શાંતિપાઠ તથા વિસર્જન પાઠ આગળ પાના નંબર 34 પ્રમાણે ભણવું. નોંધ :- સરસ્વતી પૂજન (ચોપડા પૂજન) ની સામગ્રીની યાદી. શાસ્ત્રીજી (ઉંચા ટેબલ પર મૂકવા.) અષ્ટદ્રવ્ય પૂજાઓ - ચોખા, બદામ, ટોપરા કટકી, ધૂપ, જલ, ચંદન, કેશર, કંકુ, નાડાછડી, ખુમચા ર, કેબી 2, વાટકા 2, દિવી વગેરે. ૐ શાંતિ શાંતિ શાંતિ. ////////////////////