________________ શ્રી જૈત લગ્ન વિધિ ૐ નમઃ સિદ્ધભ્યા ણમો લોએ સવ્ય ત્રિકાળવર્તી અરહંતાણં, ણમો લોએ સવ્ય ત્રિકાળવર્તી સિદ્ધાણં, સમો લોએ સવ્ય ત્રિકાળવર્તી આયરિયાણં, ણમો લોએ સવ્ય ત્રિકાળવર્તી વિઝાયાણં, સમો લોએ સવ્ય ત્રિકાળવર્તી સાહણમ્. (ઉપરનો સંપૂર્ણ મંત્ર ધવલ ગ્રંથમાંથી લીધેલ છે.) () સગાઈ (વાગ્ધાન) - પંચના સહસ્થોને બોલાવીને ગોત્ર, શુભ લક્ષણો વિગેરે જોઈને સગાઈ કરવી. . (5) લગ્ન પત્રિકા - કન્યાના પિતા લગ્નની મિતિ અને મુહુર્ત નક્કી કરી લગ્ન પત્રિકા લખાવે, હસ્તમેળાપ લગ્ન શુદ્ધિનો ટાઈમ સારા ચોઘડીયે સવારે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીમાં રાખવો. કંકુ અક્ષતથી લગ્ન પત્રિકાને વધાવી તેમાં અક્ષત (ચોખા), આખી હળદર, સોપારી, નાણું (એક રૂપિયો) મુકીને પડીકું વાળીને નાડાછડીથી લપેટીને કન્યાની માતા લગ્ન પત્રિકાને વધાવે અને ગૃહસ્થાચાર્ય માતાના પાલવમાં મુકે. . (6) શ્રી સિદ્ધયંત્ર સ્થાપના :- મંડપ મુહુર્ત પહેલા સિદ્ધયંત્ર સ્થાપના કન્યા ત્યા વરના ઘરે કરવું. સિદ્ધયંત્ર ન બને તો શ્રી જિનવાણીજી શાસ્ત્રજી પધરાવવું અને પશ્ચિમ બાજુની ભીતે નીચે મુજબ ચીતરવું. અને કુંભ માટલા વિગેરે શ્રીફળ મૂકી ગોઠવવું. કન્યા કે વરે સ્વચ્છ વસ્ત્રો પહેરીને સિદ્ધપૂજન કે અર્થ આપવો.