________________ એ આશીર્વચમ્ - महानिसीहकप्पाओ, ववहाराउ तहेव य / साहुसाहुणिअट्ठाए, गच्छायारं समुधिरं // પરમપવિત્ર મહાનિશીથસૂત્ર, બૃહત્કલ્પસૂત્ર અને વ્યવહારસૂત્ર આ ત્રણેય ત, છેદગ્રંથોમાંથી ઉદ્ધત થયેલ આ અદ્દભુત આગમિક ગ્રંથ “ગચ્છાચારપયન્ના” જૈનશાસનમાં અત્યંત આદરપાત્ર છે. મુખ્ય ત્રણ અધિકારોમાં વહેંચાયેલ આ ગ્રંથમાં આચાર્યસ્વરૂપનિરૂપણ, મા સાધ્વાચારનિરૂપણ, સાધ્વીઆચારનિરૂપણ સુંદર અને સચોટ રીતે કરવામાં આવ્યું છે. જગદ્ગુરુ શ્રી હીરસૂરિ મહારાજાના સમકાલીન પૂજ્ય વાર્ષિગણિએ સંક્ષિપ્ત ટીકાની રચના કરેલ. પૂર્વે છપાયેલ આ ટીકાને વિવિધ પ્રાચીન ભંડારોથી પ્રાપ્ત હસ્તપ્રતોના આધારે સંશોધિત કરવાની અને અપ્રગટ બે અવસૂરિઓને હસ્તપ્રતોના આધારે શુદ્ધીકરણ સાથે પ્રગટ કરવાની જહેમત મુનિશ્રી યશરત્નવિજયજીએ ઉઠાવી... તેમણે ખૂબ જ ચોક્કસાઈ પૂર્વક સંશોધન કર્યું છે. | સંશોધનક્ષેત્રે જૈનશાસનમાં મોટો શૂન્યાવકાશ સર્જાયો છે. માત્ર ગણ્યાગાંઠ્યા જ્ઞાન ઉપાસકો આ કાર્યમાં ઝંપલાવે છે. - જેમ જીર્ણોદ્ધારમાં આઠગણું પુણ્ય કહેવાય છે, તેમ પૂર્વના મહર્ષિની રચના શુદ્ધરૂપે અભ્યાસુઓના હાથમાં પહોંચે તે વધુ ઇચ્છનીય હોઈ વિશિષ્ટ પુણ્યકૃત્ય છે. નાની વયમાં સંયમનો સ્વીકાર કરી અને કાંતજયપતાકાદિ અનેક શાસ્ત્રોના ભાવાનુવાદાદિનું કાર્ય પૂર્ણ કરી આગમસાહિત્યમાં પ્રવેશ કર્યો છે. આ જ રીતે . સ્વાધ્યાયયોગમાં લીન રહી પઠન-પાઠન-લેખન-સંશોધનમાં આત્મહિત મેળવતા જ રહે અને સ્વ-પરના કલ્યાણમાં નિમિત્ત બની અવિચલ મોક્ષસુખ પામે તેવી કે શુભાશિષ... આસો વદ 8 ગુરુપુષ્યામૃતસિદ્ધિયોગ આચાર્ય વિ.ગુણરત્નસૂરિ જૈન સોસાયટી, અમદાવાદ આચાર્ય વિ.રશ્મિરત્નસૂરિ