________________ જંબુસ્વામીના ભાઈમહારાજ પોતાના સંસારી ઘરે વહોરવા ગયા. પાછા વળતાં વાતો કરે છે અને પોતાના પાત્રા ભાઈના હાથમાં આપી દીધા. એમને થયું કે પાત્રા હાથમાં હશે તો ઉપાશ્રય સુધી ભાઈ મૂકવા આવશે અને મારે જે કાર્ય કરવું છે તે થઈ જશે. ખરેખર એવું જ થયું. અને આપણને જંબુસ્વામી મળ્યા. આવું જ કોઈ વર્તમાન સાધુએ કર્યું હોય તો એની પર મોટી રામાયણ કરવાની હોય? કદાચ સાધુભગવંતથી ચૂકાઈ ગયું અને લાંબો ઉપદેશ આપી દીધો. તો એમને એમના ગુરુ સમજાવશે. આખા ગામની જવાબદારી તમારીછે? તમે આખા ગામના નાયકછો?” પણ આવા જક્કીઓની એક જ માંપાટ ચાલ્યા જ કરશે. “અપને મ.સા. અચ્છે હૈં, દૂસરે મ.સા. મેં દમ નહીં.” આવા જીવોમાં માર્ગાનુસારીતા નથી. આવા જીવો મહાસંયમી, વિવેકી, ત્યાગી સાધુઓની આશાતના કરીને પાપ બાંધે છે. માગનુસારી ક્ષયોપશમવાળા પોતાના હિત-અહિતને લગતા જ સવાલ પૂછશે. જ્યારે માર્ગાનુસારી ક્ષયોપશમ નહીં હોય તે બીજાની જ પંચાત કર્યા કરશે. દા.ત... જેનો માર્ગાનુસારી ક્ષયોપશમ હશે તે સવાલો પૂછશે કે આજની સ્કૂલોના ભણતરમાં આત્મા-પરલોક-પુણ્ય-પાપ બધું ભૂલાઈ જાય એવું છે. એમાં મારા બાળકને ભણાવું તો મને કેવું પાપ લાગશે? મારો દીકરો નાસ્તિક થઈ જાય તો? એનું પાપ મને લાગશે? પિતા તરીકે મારું કર્તવ્ય શું ? પરંતુ માર્ગાનુસારી ક્ષયોપશમ નહીં હોય તો બીજાને લગતા જ સવાલો પૂછશે. સાહેબજી ! શ્રાવકોના છોકરાઓને ભણાવવા માટે જૈન સ્કૂલ બનાવવાનો ઉપદેશ સાધુથી અપાય ? આમાં જે ઇન્વોલ્વ થાય તે સાધુ કહેવાય ? વગેરે વગેરે..” સભાઃ “સાધુ ભગવંતોમાં 100% માર્ગાનુસારીતા હોયને?” પ્રાર્થના : 1 92 [ પડાવ : 5