________________ ગુરુજી: “સંવિગ્ન-ગીતાર્થને માર્ગનો 100% બોધ હોય, ક્યારે ક્યું પગલું લેવું, કોને દીક્ષાની વાત કરવી, કોને દીક્ષાની ના પાડવી વગેરે બરાબર જાણે.” સભાઃ “ત્યાગ કરવા માગતો હોય તેને ના પાડે?” ગુરુજીઃ “હા, ત્યાગ કરવા માગતો હોય છતાં વધારે હિત દેખાય તો ના પણ પાડે. પેથડશાહ મંત્રી ગુરુ મ.સા. પાસે પ હજારનું પરિગ્રહ પરિમાણ માંગતા હતા ત્યારે ગુરુના પાડે છે. એમને પાંચ હજારના બદલે પાંચ લાખ રૂપિયાનું પરિગ્રહ પરિમાણ વ્રત આપ્યું. ગિરનાર તીર્થની રક્ષા માટે પેથડશાહ મંત્રીએ એ જમાનામાં 11200 કિલો સોનાની બોલી બોલીને ગિરનાર તીર્થની રક્ષા કરી. કદાચ પેથડશાહ ન હોત તો અનંતાનંત તીર્થકરોની કલ્યાણકભૂમિગિરનારતીર્થ આજે આપણા હાથમાં ન હોત. સંવિગ્નગીતાર્થ ગુરુની ગીતાર્થતાનાં દર્શન પેથડશાહને આપેલા પરિગ્રહ પરિમાણ વ્રતમાં થાય છે. બાકી માર્ગના બોધ વગરના મારે તમારે આવાં પગલાં લેવા નહીં.” સ્વદોષદર્શન થાય તો માર્ગાનુસારિતા આવે. સભાઃ “આપનામાં તો માર્ગાનુસારિતા હશે ને?” ગુરુજી: “ભઇલા, શું વાત કરવી? સ્વદોષ દર્શનની બાબતમાં બાપે માર્યા વેર છે.” સભાઃ “આપતો શાસ્ત્રો ભણો એટલે માર્ગાનુસારિતા આવે ને?” ગુરુજીઃ વિદ્યા ભણ્યો હું વાદ માટે કેટલી કથની કહું ? ઉદાહરણથી સમજાવું તો તમને મારી વિચિત્રતા સમજાશે. | પ્રાર્થના : 1 93 પડાવ : 5