________________ પામ્યા છે એ પામવામાં આપણને કેટલા ભવો થશે એ તો ભગવાન જાણે. એવા સત્યકી વિદ્યાધરને લોકવિરુદ્ધના કારણે કમોતે મરવાનો વખત આવ્યો. લોકવિરુદ્ધનો ત્યાગ કરવો હોય તો, “મહાજનો યેન ગત સ પત્થા: ઉત્તમ પુરુષોના માર્ગ પર ચાલવાનું અને એમનું જ અનુકરણ, અનુમોદન કરવું એમાં જજીવનની સફળતા છે.” ગુરુજણપૂઆ 1) ભવનિર્વેદથી સંસાર પરની દષ્ટિઊઠી જવાથી સંસાર અસાર લાગ્યો. 2) માર્થાનુસારિતાથી ચિત્ત સરળ બન્યું તેથી તત્ત્વ તરફ ઝોક આવ્યો. 3) ઇષ્ટફલસિદ્ધિથી ચિત્ત સ્વસ્થ બન્યું. 4) લોગવિરુદ્ધ પ્રવૃત્તિના ત્યાગથી ચિત્તમાં કોમળતા આવી. સદ્ગુરુના યોગની ભૂમિકા મજબૂત કરતાં ગણધર ભગવંત આગળ પ્રાર્થના કરે છે, “મારા જીવનમાં ગુરુજનની પૂજા હો.” સભાઃ “ગુરુજનપૂજામાં કોનો સમાવેશ થાય?” ગુરુજી: “ગુરુજન પૂજામાં માતા-પિતા, ઉપકારીયા ગુણિયલ વડીલ પૂજય પુરુષોની પૂજા અર્થાત્ વિનય-સેવા-ભક્તિ. અહીંયા ગુરુજનમાં સાધુભગવંતને નથી લેવાના. (1) માતા-પિતાદિ આવે એટલે ઊભા થવું, હાથ જોડવા, એમને આસન દેવું, (2) ત્રિકાળ પ્રણામ કરવા (3) લેવા-મૂકવા જવું (4) એમની હાજરીમાં ઊંચા સાદે બોલવું નહીં, (5) કોઈની સાથે એ વાત કરતાં હોય ત્યારે વચ્ચે બોલવું નહીં, (6) એમનાથી નીચા આસને બેસવું. | પ્રાર્થના 2 54 પડાવ : 8