________________ પ્રથમ પલ્લવ. 55 આ પ્રમાણે તે બન્નેના ગુણની અનુમોદના કરતી તે ઉભી હતી, તેવામાં સાધુનું નામ જેણે વગોવ્યું છે તે એક સાધુ ત્યાં જ ભિક્ષા માટે આવ્યો. તે ગુણવાને ઉપર એ રાખનાર, બીજાના છિદ્રોજ નિહાળનાર, અદેખાઈની આગથી બળી ગયેલ હૃદયવાળે તથા ફક્ત વેશધારી સાધુ હતું. તેને આવેલ જોઈને તે શ્રાવિકાએ ઘરમાંથી અન્ન વિગેરે લાવી તેને વહેરાવ્યા. પછી તેણુએ પહેલાની માફકજ સર્વ વાત નિવેદન કરી અને તે પ્રમાણે જ પૂછયું. એટલે તે સાધુએ ધૃષ્ટતાથી જવાબ આપે કે–“હે ભદ્ર! મેટાઈ મેળવવા ઇચ્છનાર તે બન્નેને હું બરાબર ઓળખી ગયે. તેમાં પહેલે સાધુ પ્રપંચી હોવાથી માયા કપટથી માણસના મન ખુશ કરે છે અને બીજે પિતાના દે કહેવાની કળામાં શિયાર હેવાથી મીઠા મીઠા વચન બેલી સુખે પિતાના પેટને ખાડો પૂરે છે. બીજાનાં વખાણ કરી પિતાની લઘુતા બતાવવા પ્રયાસ કરે છે, .. પરંતુ તે બને તે દંભના દરિયા જેવા છે, પરંતુ તે કલ્યાણિ! હુતે દૂરથી જ દંભને છોડી દેનાર, પ્રપંચ રહિત છું; જે મળે તે આહાર ગ્રહણ કરું છું, પરંતુ સરળ સ્વભાવને હવાથી વારંવાર દરેક ચીજમાં દોષ દેખાડવારૂપ કપટ ક્રિયામાં કુશળ થઈ કદા ગ્રહ કરતું નથી. હે ભદ્ર! બહાર શોભા દેખાડવા માટે પહેલાં મેં પણ લેકને રંજન કરનારી આ કપટકળોનો વારંવાર આશ્રય લીધે છે; કઈક સારા સારા માણસને છેતરી મારી મોટાઈ બતાવી મેં પેટ ભર્યું છે, પરંતુ હવે તે કળા છોડી દીધી છે અને તેમ હેવાથીજ આ લેકેની કપટકળા હું બરાબર સમજી ગયે છું. મેં તે તેવી ઠગાઈમાં કાંઈ સાર ભાળે નહિ, તેથી તેને છોડી સરળતા સ્વીકારી છે.” આમ કહી તે ચાલતો થયે.