________________ - ધન્યમાર ચરિત્ર. સાધુ છું, સાચે સાધુ નથી. હે સુન્દરિ! પ્રથમ આવી ગયેલ સાધુની ધીરજની શી વાત કરવી ? તે તે પ્રાણને પણ પૃહા કરે તેવા નથી. તેવા ગુણવાળાની પાસે હીનસત્વ અને શરીરની લાલનાપાલના કરવાની ઈચ્છાવાળો હું શી ગણત્રીમાં છું ? એક ફાળ માત્રથી હાથીને વધ કરનાર સિંહની પાસે શિયાળિયું તે શી બિસાતમાં? સૂર્યના તેજમાં આગિયાના પ્રકાશને તે શે હિસાબ? તે તે સર્વ ગુણરૂપી રત્નોથી શોભાયમાન સાચા મુનિરાજ છે અને હે ભદ્રે ! હું તે ચંચપુરૂષ [ ચાડિયા] ની જેવો ફક્ત નામધારી સાધુ બની વેષના આડંબરવડે ઉદરવૃત્તિ કરૂં છું, તેના અને મારામાં મેં તફાવત છે. આ પ્રમાણે કહીને તે સાધુ ગયા. પછી તે શ્રાવિકા વિચારવા લાગી કે, જીહાઈદ્રિયને કાબુમાં રાખી શકનાર આ બન્નેને ખરેખર ધન્ય છે. તેમાંથી એક ગુણને ભંડાર તથા બીજ ગુણની અનુમોદના કરનાર છે. બન્ને પ્રશંસાને ગ્ય છે. કહ્યું છે કે - नागुणी गुणिनं वेत्ति, गुणी गुणिषु मत्सरी। गुणी च गुणरागी च, सरलो विरलो जनः / નિગુણી માણસ ગુણવાનને ઓળખી શકતા નથી, ગુણવાનું ઘણું ખરૂં અન્ય ગુણવાન પ્રત્યે દ્વેષ રાખનાર હોય છે, ગુણવાતથા ગુણની અનુમંદના કરનાર સરલ માણસ દુનિયામાં કવચિતજ માલુમ પડે છે.' પ્રમાદથી મુગ્ધ બનેલા લેકે આ જગતમાં પગલે પગલે પોતાની સ્તુતિ તથા પારકાની નિન્દા કરે છે, પરંતુ પારકાની સુતિ તથા પિતાની નિન્દા કરનાર કેઈજ જોવામાં આવે છે.