________________ પ્રથમ પલ્લવ. ભજન કરવા ગયા; “દુનિયામાં આવી રીતે ભૂખ સર્વને વિન્નકર્તા થઈ પડે છે.' દરમિયાન તેની દુકાન ઉપર બેઠા બેઠા ચેખા ભેજપત્ર પર લખેલા તે પત્રના પ્રતિબિંબથી વંચાતા અક્ષરે છાનામાના પિતાની તીક્ષ્ણ બુદ્ધિથી ધન્યકુમારે વાંચી લીધા અને વિચાર કર્યો કે–આ વિચાર કરવાની શક્તિ વગરના માણસની મૂર્ખાઈ તે જુઓ, એ પિતાને મિત્ર ખાસ ખાનગી રીતે તાકીદે જવાનું લખી જણાવે છે, છતાં આ લેખ વાંચી ભજન કરવા ગયો; વ્યાપારીને આવી બેદરકારી ન છાજે. હવે તે જમીને ઘરેથી પાછો આવે તે પહેલાં તે સાર્થવાહ પાસે જઈને હું તેની વેચવાની તમામ ચીજે મારા તાબામાં લઈ લઉં, કારણ કે દ્રવ્ય પ્રાપ્તિનું મૂળ કારણ ઉધમજ છે. આ પ્રમાણે વિચાર કરી પોતાને ઘરે જઈને સુંદર વસ્ત્રાલંકાર સજી ડેસ્વાર થઈ પિતાને યોગ્ય મિત્ર તથા ચાકરો લઈને તે તરતજ પેલા સાર્થવાહ પાસે જવા નીકળ્યો. તે અડધો માઈલ લગભગ ગયો હશે ત્યાં રસ્તામાં જ તે સાથે તથા સાર્થવાહને ભેટે થયો. પરસ્પર કુશળ સમાચાર પૂછયા પછી ધન્યકુમારે વેચવાની ચીજોની જાત તથા સંખ્યા વિગેરે પૂછી લીધી. સાર્થવાહ જેવી હતી તેવી સર્વ વાત કરી. - હવેધ મારે સાર્થવાહને તે ચીજ વેચાતી લેવાની પિતાની ઇચ્છા જણાવી. તે શેઠે પણ પિતાના હાથની સંજ્ઞાથી બીજા સાથેના વ્યાપારીઓ સાથે સેકસ કરી વેચવાની ચીજોની કિંમત કહી, એટલે ધન્યકુમારે તે કબુલ રાખી. ધન્યકુમારે તે ચીજો બરાબર છે કે કેમ તે સેજસેજ હાથમાં લઈ આંખ ફેરવીને જોઈ લીધું. પછી તે બધી ચીજોનું પાકું સાટું કરીને તે પોતાના