________________ ધન્યકુમાર ચરિત્ર. સહિત તમારી તરફ આવે છે. વળી તે જ્યાંથી આવે છે તે સ્થાન નેજ પાછા જવા માંગે છે. બંધે! દરિદ્રતાને નાશ કરવાને સમર્થ મેટા વ્યાપારીઓને યોગ્ય બહુ કરિયાણ તેની પાસે છે. ગમે તે કારણ છે, પરંતુ તે સાર્થવાહ સહેજસાજ લાભથી પણ પિતાના કરિયાણા વેચી પિતાને વતન જવા ઉત્સુક થઈ ગયેલ છે. માટે હે મિત્ર ! તમારે તે સાર્થવાહ પાસે જલદી આવીને તેના કરિયાણાનું સાટું કરી લેવાની જરૂર છે, તેથી તેમને તેમજ - ને ભારે લાભ થવાનો સંભવ છે. આ પ્રકારના ઘણા લેખો અગાઉ પણ મેં આપના તરફ લખી મોકલ્યા હતા, પરંતુ તમે એકને પણ જવાબ આપ્યો નથી. કદાચ હારે એક પણ પત્ર સોનાના નિધાનની જેમ તમારા હાથમાં આવ્યું નહિ હોય, માટે હવે તે 'જલદી આવજો.” આ પ્રમાણેને પત્ર વાંચી તેને અર્થ વિચારી અનાર્યની માફક સવારના પણ ભૂખે થઈ ગયેલે તે શેઠ વિચારવા લાગે કે–“ભાગ્યથી જ પ્રાપ્ત થઈ શકે તેવી અગણિત ચીજો સહિત તે સાર્થવાહ નજદિકમાં આવ્યું છે, પરંતુ વ્યાપારમાં ગુંથાઈ ગયેલ બીજા અહીંના કઈ પણ વ્યાપારીને તેની ખબર નથી, માટે ઘરે જઈ ભજન કરી ચિત્ત સ્વસ્થ બનાવું ને પછી જાઉં, કારણકે ચિત્ત સ્વસ્થ હોય ત્યારે જ બુદ્ધિ બરાબર કામ આપે છે અને આ ખરિદી બુદ્ધિથીજ સારી રીતે થઈ શકે તેવી છે. માટે જમ્યા પછી જ ત્યાં જઈ સાર્થવાહને જ્યગોપાળ કરી એકલે હું જ તેની સર્વ ચીજો ખરિદી લઈશ. પછી વેચાતી લીધેલી એ ચીથી મને ભારે લાભ જરૂર થશે, કારણકે આ શહેરમાં કોઈની દુકાને એવી કરિથાણાની ચીજ નથી.” આ પ્રમાણે વિચાર કરીને શેઠ તે ઘરે