________________ રામકુમાર ચરિત્ર વડે પ્રેરાઈને રહ્યું નથી, પરંતુ આ કાળમાં જે સંતગણ છે, તેઓની મધ્યમાં જે કંઈ બુદ્ધિશાળી છે, શબ્દદિ શાસ્ત્રમાં કુશળ છે. તેઓ તે સર્વ શાને નિર્વાહ કરી શકે છે પરંતુ તેના થોડા હોય છે, બીજાઓ કઈક ભણીને તથા કાંઈક સાંભળીને ખંડખંડ પાંડિત્યથી ગાવિત થયેલા હોય છે, તેઓ પૂર્વાચાર્યોએ કરેલા ગદ્ય-પદ્યમય ગ્રંથને યથામતિ કણપૂર્વક નિર્વાહ કરે છે. બાકી રહેલા બધાએ તે પદ્યમય ગ્રંથો જેવાને પણ અસમર્થ હોય છે, તેઓ વાંચી તે કેવી રીતે જ શકે? વળી પરિપકવ ગદ્યમય પૂર્વ સૂકૃિત ગ્રંથ વાંચવાને પણ તેઓ સમર્થ હોતા નથી, વળી તેઓ લેકભાષામાં લખેલા બાળવબોધ ગ્રંથો વાંચતાં લજા પામે છે, કારણ કે-“અહો ! આવા વૃદ્ધ થઈને લેકભાષાજ વચ્ચે છે.” આ પ્રમાણે શ્રાવકો કહે છે. તેવાઓના શિષ્ય પ્રશિષ્ય ગુરૂભાઈ વિગેરેની પ્રાર્થનાથી આ સરલ રચનામેં કરી છે. બાળજી જાણે કે-“આ સંસ્કૃત ગીર્વાણ ભાષાવાળો ગ્રંથ વ્યાખ્યાનમાં વંચાય છે.” તેટલા માટે મેં આ બાળવિલાસ કર્યો છે, બીજા કઈ કારણથી કર્યો નથી. તેથી જે સંત મહંત છે, તેમના પાદયુગલને વાંદીને હું પ્રાર્થના કરૂ છું કે-આ ગ્રંથમાં જે કંઈ અને શુદ્ધ, અશુદ્ધતર હોય તે મારા ઉપર મટી કૃપા કરીને તેઓએ ધી લેવું, કે જેથી મારી જેવા બાળકની હાંસી ન થાય, પણ પ્રતિષ્ઠા થાય, પણ આવી પ્રાર્થના કરવાનું શું કામ છે? કારણ કે જે સજજ હોય છે, તેઓ તે સજનવભાવથી જ પુસ્તક હાથમાં લઈને, બાળવિલાસ દેખીને, જરા હસીને, સ્વયમેવ જ શુદ્ધ કરે છે. વળી જે કાંઈ આ ગ્રંથની અંદર અજ્ઞાનવશપણાથી તથા મિથ્યાત્વના ઉદયથી જિનાજ્ઞાની વિરૂદ્ધ લખાયું હોય તે શ્રીમદ્ અદાદિ પચતી સાક્ષીએ ત્રિશુદ્ધિવડે મારૂ સર્વ મિસ્યા દુષ્કૃત