________________ પ્રથમ પલ્લવ. 35 પ્રીતિથી તેની આજ્ઞામાં રહેતા હતા. તે રાજાના તરવારરૂપી મેઘમાં મોટા મોટા રાજારૂપી પર્વતે ડુબી જતા હતા. પર્વત જેવા મેટા રાજાઓ તેના તેજરૂપ સમુદ્રમાં નિમગ્ન થઈ જતા હતા. જોકે તેને આ પ્રમાણે ચાર રૂપે જોતા હતા. વડિલ વર્ગ તેના વિનય વિગેરે ગુણેને લીધે તેને બાળક સમજતા, શત્રુઓ શર્યાદિ ગુણોથી તેનામાં સાક્ષાત યમના દર્શન કરતા, શહેરીઓ ન્યાયનિષ્ઠાદિ ગુણોને લઈને તેને રામ જે માનતા અને યુવાન સ્ત્રીઓ તેના અસાધારણ રૂપથી તેને કામદેવને અવતારજ સમજતી. - યશથી ઉજવળ એવા નગરવાસી જનેમાં પિતાના નામ સમાન ગુણવાળ ધનસાર નામે શ્રેષ્ટિ વસતિ હતે. તેની કીર્તિથી વ્યાપારીની માફક સ્પર્ધાથી જાણે દશે દિશાઓ છવાઈ રહી હતી. લજજા દયા વિગેરે ગુણયુક્ત તેના ચિત્તની સુંદરતાનું વર્ણન કરવું પણ અશક્ય છે. તેના હૃદયને વિષે જગતના નાથ શ્રી જિનેશ્વર ભગવાન સદા સર્વદા વસેલા હતા. આ તે શ્રેષ્ટિ હમેશાં પ્રભુના ધ્યાનમાં લીન રહેતે હતે. તે શેઠને દાન, શિયળ વિગેરે ગુણેથી યુક્ત શીલવતી નામની સ્ત્રી હતી. તે પિતાના કુળની મર્યાદા જાળવી રાખી ઘરને ભારે વહન કરતી હતી. અસ્થી મજજાની જેમ તેનું હૃદય શ્રી જૈન ધર્મ પ્રતિ પ્રેમવાળું હતું. રૂપ સૌંદર્ય તથા નિર્મળ રવભાવમાં વર્ગની સુંદરીઓ પણ તેની પાસે હીસાબમાં નહાતી. એ પ્રમાણે સુખે ગૃહસ્થાશ્રમ ચલાવતાં તેમને ત્રણ પુત્ર થયા. તે ત્રણેના અનુક્રમે ધનદત્ત, ધનદેવ તથા ધનચન્દ્ર નામ પાડ્યા. આ ત્રણે દાન, માન તથા ભેગ વિગેરે ગુણયુક્ત હતા. તે ત્રણેને અનુક્રમે ધનથી, ધનદેવી તથા ધનચન્દ્રા નામની સ્ત્રીઓ સાથે