________________ 34 ધન્યકુમાર ચરિત્ર. પહેલાની માફકજ રહેવા માંડ્યું. | માટે દાન દેવું તે કાંઈ સુલભ નથી. જે પુણ્યાનુબંધી પુણ્ય કર્યું હોય તે જ તેના ઉદય સમયે દાન દેવાની ઈચ્છા થાય છે; નહિ તે થતી જ નથી. માટે ભવ્ય પુરૂષોએ સુપાત્રદાન દેવામાં આદરવાળા થવું કે જેથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય. જે માણસ ઉત્સાહપૂર્વક ઉદારતાથી સમસ્ત રાજ્યલક્ષ્મીના મૂળ કારણભૂત સુપાત્રદાન દે છે તેને ધન્ય છે. તે માણસ ધન્યકુમારની માફક જગતને પ્રશંસા કરવા ગ્ય સ્થાનને મેળવે છે. વળી જે સત્ત્વ વગરના માણસે દાન દઈને પાછળથી પશ્ચાત્તાપ કરે છે, તેઓ બીજા ભવમાં તે ધન્યકુમારના મેટા ભાઈઓની માફક દરિદ્રી થાય છે અને દુઃખ પામે છે. ધન્યકુમાર તથા તેના મોટાભાઈની કથાને પ્રારંભ. આ ભરતક્ષેત્રના દક્ષિણ વિભાગને વિષે કલ્યાણ લક્ષ્મી, ઋદ્ધિ, સિદ્ધિ તથા મહત્ત્વના એક સ્થાન જેવું શ્રી પ્રતિષ્ઠાનપુર' નામનું ભવ્ય શહેર હતું. તે શહેરની પાસેથી ગોદાવરી નામે નદી વહેતી હતી. કવિ કલ્પના કરે છે કે–ગોદાવરી નદીમાં સુવર્ણ તથા રત્ન પહેરીને ન્હાવા આવતી અને જળક્રીડા કરતી સ્ત્રીઓના કંઠમાંથી સરી પડતાં રત્ન પ્રવાહ મારફત તણાઈને દરિયામાં ભળી જતા હોવાથી જ દરિયાને લેકે રત્નાકર કહેતા હશે એમ હું ધારૂં છું.” એ શહેરને વિષે મહા કાન્તિ તથા ગુણેથી શોભતે જીતશત્રુ નામને રાજા રાજ્ય કરતે હતે. રાત્રુઓ બીકથી તથા મિત્રો 1 હાલ પૈઠ કહેવાય છે અને ત્યાંની પાઘડીએ વખણાય છે.