________________ . નવમ પણ., 61 ઉચિત કર્યું નહિ, કેવળ અનાદર કરીને હાથમાં આવેલ સુરમણિને ગુમાવ્યું. હા ! સર્વે કુળવધુઓની મતિ-કોશલ્યતા કયાં ગઈ કે તેઓએ પિતાના પતિને પણ ઓળખ્યા નહિ! બહુ દિવસના પરિચિત સેવકેએ પણ તેમને ઓળખ્યા નહિ! એક વખત તે સમયે સર્વેની મતિમૂઢતા થઈ ગઈ. અયાચિત વાંછિત અર્થને દેનાર મુનિ વગર બેલાવ્યા ઘેર પધાર્યા, ઈહલોક પરલેકમાં ઈસિત આપનાર, અતુલ પુન્યને બંધ કરાવનાર, ઘણા દિવસથી ઘણા મોરથવડે જેની ઈચ્છા કરાતી હતી તેઓ સ્વયમેવ સન્મુખ આવ્યા, પણ તેમને મેં બેલાવ્યા નહિ, વંદના પણ કરી નહિ, પડિલાવ્યા નહિ, ઓળખ્યા પણ નહિ અને તેઓ પાછા ગયા. મુખમાં આવેલ કેળીઓ પડી જાય તે ન્યાય પ્રમાણે તેમજ ગોવાળને બાળક હાથમાં આવેલ સુરમણિ છોડી દેતે ન્યાયથી મારા સર્વે મનેર નિષ્ફળ ગયા. હવે ભાવી કાળમાં મારા મનોરથની આશા પૂર્ણ થાય તે સંભવ પણ નથી, કારણ કે તે બંનેએ અનશન કર્યું છે, હવે તેમની શી આશા? મારી ચારે હાથે ભૂમિએ પડ્યા. હવે પુત્ર તથા જમાઈનું મુખ ફરીથી કયારે દેખીશ? સર્વ સ્ત્રીઓની વચ્ચે નિર્ભાગીઓમાં શેખરભૂત હું થઈ !" આ પ્રમાણે વિષાદના વિષથી મૂર્શિત થયેલ ભદ્રાને જોઈને શ્રેણિક તથા અભયકુમારે વચનામૃતવડે તેને સિંચન કરીને સચેતન કર્યા પછી અભયકુમારે કહ્યું કે–“માતા ભદ્રા! હવે આ વિષાદ કરે તે તમને યુક્ત નથી, કારણકે મોટાઓમાં તમે માનનીય છે, સર્વ માનવતેમાં માનનીય છે, તેથી નકામે શેક કરે નહીં. આ સંસારમાં અનેક સ્ત્રીઓ અનેક પુત્રને પ્રસરે છે, તે પુત્રોમાં કેટલાક બહેતર કળામાં કુશળ થઈને ઘણી સ્ત્રીઓ સાથે પાણિગ્રહણ કરે છે. પૂર્વના પુન્યથી ધન ધાન્યાદિકથી સંપન્ન થઈને