________________ 690 ધન્યકુમાર ચરિત્ર. હું સન્માનપૂર્વક આહારની નિમત્રણા કરૂં છું, પછી તે સાધુઓ નિર્દોષ આહાર પ્રહણ કરે છે અને ધર્મલાભની આશિષ આપીને જાય છે; પણ નિર્ભાગીમાં શેખર તુલ્ય મૂખની શિરોમણિ એવી મેં આમને મારે ઘેર આવ્યા છતાં કોઈ પણ આપ્યું નહીં. સાધુને દેવા યોગ્ય ઉચિત આહાર વિદ્યમાન હતા, છતાં પણ હા ! હા! મેં દીધે નહિ, તેમ દેવરા પણ નહિ !! જે સામાન્ય સાધુની બુદ્ધિથી પણ આહાર વહેરા હેત તે “અચિંતિત પણ સ્થાને પડ્યું તે ન્યાયથી બહુ સારું થાત, પરંતુ તેમ પણ બન્યું નહિ ! હા! મેં શું કર્યું? હા ! મારી બુદ્ધિ કયાં ગઈ? હા ! સાધુદર્શનની મારી પ્રબળ વલ્લભતા ક્યાં ગઈ! હા! મારી અવસર ઉચિત ભાષા અને સુખ પ્રશ્નના આલાપની ચતુરાઈ કયાં ગઈ? કારણકે મેં એ બંને સાધુઓને કાંઈ પૂછ્યું પણ નહિ. “તમે કોના શિષ્ય? પહેલા કયા ગામમાં રહેતા હતા? તમને સંયમ ગ્રહણ કર્યાને કેટલા વર્ષ થયા છે? હાલ તમારા માતા, પિતા, ભાર્યા, બાંધે છે કે નહિ? હાલ કયે ગામથી આવ્યા છે? તમારે મારા પુત્ર શાલિભદ્ર મુનિ તથા મારા જમાઈ ધન્ય મુનિને પરિચય છે કે નહીં? તે વિગેરે કાંઇ પણ પૂછ્યું નહિ. જે આ પ્રમાણે મેં પ્રશ્નો કર્યા હતા તે બધું જાણત! હા ! હા ! મારૂં વાફકૌશલ્ય કયાં ગયું ? હા! મેં પણ મિથ્યાત્વથી કરાયેલ જડ અંતકરણની જેમ ઘેર આવેલ સાધુઓને વેદના પણ ન કરી ! કુળને ઉચિત વ્યવહાર પણ હું ભૂલી ગઈ ! જો કેઈ આંગણામાં એક ક્ષણ માત્ર પણ સ્થિતિ કરે તે સેવકે મને સૂચવે, એટલે “ક્ષણ માત્ર સ્થિતિ કરી તેથી કાંઈ પૂછવાનું નિમિત્ત હશે તેવી બુદ્ધિ થાય અને પૂછવાથી સર્વ હકીક્ત વિદિત થાય પરંતુ આ બંનેના આગમન વખતે તેવી કોઈ પણ બુદ્ધિ ઉત્પન્ન થઇ નહિ; કાંઇ