________________ 88 ધજ્યમાર ચરિત્ર. અને મરણને ભય મૂકી દીધા છે જેણે તેવા, સમતામાં એકલીન 'ચિત્તવાળા અને સમાધિમાં મગ્ન એવા તે બનેની પાસે રહ્યા. ' હવે ભદ્રાએ પુત્ર અને જમાઈના આગમન ઉત્સવ નિમિત્તે ઘરમાં સ્વસ્તિક, તેરણ, રત્નાવલ્લી વિગેરેની શોભાવડે અદ્ભુત રચના તૈયાર કરાવી. પછી ભદ્રાની સાથે કૃશાંગી તથા રંગરહિત, ધવળતા રહિત ચંદ્રકળાની જેવી શાલિભદ્રની પત્નીઓ પણ તીર્થંકરને નમવા જવાને ચાલી. તે વખતે અંતઃપુરની સ્ત્રીઓ તથા પર્ષદા સહિત વિમળ આશયવાળા શ્રેણિકરાજા પણ હર્ષપૂર્વક શ્રીવીરભગવંતને નમસ્કાર કરવા ચાલ્યા. પંચાસિગમપૂર્વક ભક્તિના સમૂહથી ભરેલા અંગવાળા સર્વેએ જિનેશ્વરને ત્રણ પ્રદક્ષિણા કરીને, ત્રણવાર પંચાંગ પ્રણિપાતવડે નમસ્કાર કર્યા અને પિતાપિતાને ઉચિત સ્થાને તેઓ બેઠા. પછી સર્વે લે કે પાપને હરણ કરનારી અરિહંત ભગવાનની વાણી સાંભળવા લાગ્યા. ભદ્રામાતા દેશના સાંભળતાં આમતેમ સાધુસમૂહ તરફ જોવા લાગ્યા, પરંતુ તેઓની મધ્યમાં ધન્યકુમાર તથા શાલિભદ્ર મુનિને નહિ દેખીને તે ચિતવવા લાગ્યા કે–“ગુરૂની આજ્ઞાથી તે કઈ સ્થળે ગયા હશે, અથવા કોઈ સ્થળે પઠન-પાઠન સ્વાધ્યાયાદિ ક્રિયામાં તત્પર થઈને અભ્યાસ કરતા હશે; કેમકે દેશના સમયે નિકટ સ્થળે સ્વાધ્યાયાદિ કરે તે દેશનાનો વ્યાઘાત થાય. દેશના સમાપ્ત થશે ત્યારે શ્રી જિનેશ્વરને પૂછીને, જ્યાં તેઓ બેઠેલા હશે ત્યાં જઈને હું તેમને વાંદીશ, અને આહાર માટે નિમંત્રણ કરીશ.” પછી દેશના સંપૂર્ણ થઈ ત્યારે અરિહંતની પર્ષદા જમાઈ તથા પુત્રથી રહિત દેખીને શ્રી જિનેશ્વરને તેણે પૂછયું કે-“પ્રભે ! ધન્ય તથા શાલિભદ્ર મુનિ કેમ દેખાતા નથી ?" આ પ્રમાણે ભ. દ્રાએ પૂછ્યું, એટલે શ્રી વીરપરમાત્માએ જવાબ આપે કે-“ભદ્ર!