________________ - નવમ પટલ ઢગલાઓની પણ મેં તપાસ કરી નથી; અર્થાત્ તેના પારાવાર ઢગલા હતા. અહે! આ ભવ નાટકની વિચિત્રતા ! અહો ! આ ભવનાટકમાં કર્મરાજાના હુકમથી મેહ આ સર્વ સંસારી જીને વિવિધ પ્રકારના વેશે લેવરાવીને નાચ કરાવે છે. જિનેશ્વરના આગમને હાર્દ પામેલા પુરૂષ વગર કઈ તેમાંથી બચી શકતું નથી, તેથી જગતમાત્રને દ્રોહ કરનાર અને અતિ ઉત્કટ મલ્લ એવા મોહને મહા પ્રચંડ વીર્ય તથા ઉલ્લાસના બળથી જીતીને આજ સુધી નહિ પ્રાપ્ત કરેલી એવી જયપતાક પ્રાપ્ત કરૂં, કારણકે ઉધમ કરતાં સર્વ સફળ થાય છે.” આ પ્રમાણે વિચાર કરીને મહાસત્ત્વવત એવા ધન્યકુમારની સાથે શાલિભદ્ર મુનિ શ્રીમન મહાવીર ભગવંતની પાસે આવ્યા અને તેમને નમીને તેઓએ આ પ્રમાણે વિનંતિ કરી કે-“હે સ્વામિન ! અનાદિના શત્રુ એવા આ શરીરથી તપસ્યાદિ કિયા બની શકતી નથી. જીવ જીવવડે ઓળખાય છે તે સર્વ લગવંતને વિદિત છે, તેથી આ શરીરને લાંચ આપવાથી શું ફાય? માટે જે આપની આજ્ઞા હેય તે આપની કૃપાવડે અંય આરાધના કરીને જયપતાકાને અમે વરીએ.” શ્રીમત્ જિનેશ્વરે કહ્યું કે-જેમ આત્મહિત થાય તેમ કરી, તેમાં મારા પ્રતિબંધનથી.” આ જિનેશ્વરની આજ્ઞા મળવાથી અડતાળીસ મુનિ તથા ગૌતમ ગણધરની સાથે તે બંને મુનિ વૈભારગિરિએ પધાર્યા. ત્યાં પર્વત ઉપર શુદ્ધ અને નિરવઘ શિલાપટ્ટને પ્રમાઈને, આગમન માટે ઇયપથિકી આળવી, શ્રીમત ગૌતમ ગુરૂ પાસે વિધિપૂર્વક બત્રીશ દ્વારા વડે આરાધનાની ક્રિયા કરી અને તે બંને મુનિઓએ હર્ષપૂવકપાદપપગમન અનશન અંગીકાર કર્યું. અડતાળામુનિઓ પણ પરિકમિત મતિવાળા, શુભ ધ્યાન પરાયણ, જીવિતવ્યની આશા