________________ - નવમ પવિ. 683 અભયકુમાર વિગેરે શ્રી જિનેશ્વરને નમીને તથા સર્વ સાધુઓને વંદન કરીને તે બંને મુનિની પ્રશંસા કરતા સ્વસ્થાને ગયા. અહીં તે બંને મુનિ સ્થવિરેની પાસે ગ્રહણ ને આસેવના શિક્ષા અપ્રમત્ત ભાવથી શીખ્યા અને સ્થવિરની સાથે ઘણા વખત સુધી પૃથ્વી ઉપર વિચર્યા. પરિણાથી માંડીને સંપૂર્ણ અગ્યાર અંગો તેઓ ભણ્યા અને તેના સ્વાર્થોના અધ્યયનમાં લીન થયા સતા ગીતાર્થ થયા. પ્રત્યાખ્યાનપરિજ્ઞાવડે તીવ્ર તપસ્યા કરીને થોડા જ વખતમાં તેઓ મુનિપુંગવ થયા. અપ્રમત્ત ભાવથી ઈચ્છરોધ કરીને એક, બે, ત્રણ, ચાર માસક્ષપણાદિ વિવિધ તપસ્યાએ કરીને એ બંને મહર્ષિઓ બાર વરસ સુધી સ્થવિરની સાથે વિવિધ દેશોમાં વિહાર કરી શ્રીવીર ભગવંતની પાસે આવ્યા. શ્રી વીર પરમાત્મા પણ ભૂમિપીઠને પવિત્ર કરતાં ફરીને રાજગૃહીએ પધાર્યા. દેવેએ અષ્ટ મહાપ્રાતિહાર્યાદિકની રચના કરી. તે દિવસે તે બંને મહર્ષિઓને માસખમણનું પારણું હતું, પરંતુ અહંકાર રહિત તથા ખાવાની ઈચ્છા વગરના તેઓ ગોચરી કરવા જવાની રજા લેવા માટે શ્રી વીરભગવંત પાસે આવ્યા અને વિનયપૂર્વક તેમણે પ્રણામ કર્યા. તે વખતે વિરમગવંતે શાલિભદ્ર તરફ આદરપૂર્વક જોઈને કહ્યું કે “વત્સ ! આજે તને તારી માતા પારણું કરાવશે.” આ પ્રમાણેનાં વીરભગવં. તનાં વચન સાંભળીને તેમની પાસેથી અનુજ્ઞા લઈ ધન્ય અને શાલિભદ્ર રાજગૃહીમાં આવ્યા. શ્રી વીરના વચનના વશવર્તીપણું થી અન્ય સ્થાન છોડીને “શ્રીવીરના વચનમાં શું સંદેહ હેાય તેમ મનમાં નિર્ધાર કરી તેઓ ભદ્રાના આવાસે ગયા અને તે બં નેએ ધમલારૂપ આશિર્વાદ આપે, પરંતુ ત્યાં કોઇ બોલ્યું નહિ, તેમ આદર પણ આપે નહિ, તેઓ અન્ય ભિક્ષાચરને