________________ ધન્યકુમાર ચરિત્ર. વિનય, કર્મક્ષયાદિરૂપ ફળવાળું ચારિત્ર, પિંડવિશુધ્યાદિ તેમજ સંયમયાત્રા તેને શીખવે અને તે માટેજ આહાર વિગેરે ધર્મો કરવાના બતાવે.” આ પ્રમાણે સિદ્ધાંતમાં પ્રસિદ્ધ છે તે વિજ્ઞાતિ તેમણે ભગવ તને કરી. તે વખતે શ્રી વીર તેમને કહ્યું કે, “જેવી રીતે આત્મહિત થાય તેમ કરે, તેમાં કેઈને પ્રતિબંધ ગણશે નહિ.” આ પ્રમાણે જિનેશ્વરની આજ્ઞા મળવાથી તે બંને ઈશાન ખુણામાં અશોકવૃક્ષની નીચે ગયા, અને ત્યાં જઈને પિતાની મેળે જ આભરણે ઉતારી નાખ્યા. કુળવૃદ્ધ સ્ત્રીઓએ તે ધવળ વસ્ત્રમાં ગ્રહણ કરી લીધા પછી કહ્યું કે-“હે વત્સ! તમે ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલા છે. આ વ્રત પાળવું અતિ દુષ્કર છે, ગંગાના પ્રવાહની સમુખ જવા જેવું છે, તરવારની ધાર ઉપર ચાલવા જેવું છે, લેઢાના ચણા ચાવવા જેવું છે, ભાલાના અગ્રભાગથી ખરજ ખંજવાળવા જેવું છે, તેથી હે પુત્ર ! તમે સ્વાર્થ સાધવામાં બીલકુલ પ્રમાદ કરશે નહિ.” આ પ્રમાણે કહીને અશ્રુ સારતી તે બંને વૃદ્ધાઓ એકાંતમાં ચાલી ગઈ. પછી તે બંનેએ પિતાપિતાને મસ્તકે સ્વયં પંચમુષ્ટિ લેકચ કર્યો, શ્રેણિક તથા અક્ષયકુમાર વિગેરેએ તેમને મુનિશ આપે, તે વેશ પહેરીને તે બંને શ્રી વીર ભગવંતની પાસે આવ્યા. પછી મહાવીર પરમાત્માએ તે બંનેને મહાવ્રત ઉચ્ચરાવી દીક્ષા આપી. સુભદ્રાદિ આઠેને પણ દીક્ષા આપીને આયં મહત્તરા પાસે મોકલીફ ત્યાં તેઓ ગ્રહણ અને આસેવન–એ બંને પ્રકારની શિક્ષા વિગેરે શીખવા લાગી. હવે તે બંને પાંચ મહાવ્રતને વિધિપૂર્વક ગ્રહણ કરીને દેવેંદ્ર તથા નરેદ્રથી પ્રશંસા કરાતા મહામુનિ થયા. શ્રીવીર ભાગવંતે સુવિહિત સ્થવિર પાસે તે બંનેને મેક૯યા. પછી શ્રેણિક,