________________ 172 ધન્યકુમાર ચરિત્ર. થતાં સાંસારિક જી આજીવિકાના દુખથી સંતાપ પામે છે, અને “મોક્ષસુખના એકાંત કારણભૂત તપ સંયમ છે તેમ કર્થચિત જાણે છે તે પણ ચારિત્ર ગ્રહણ કરતા નથી; તે પછી આ જન્મમાં પણ દેવતાના ભેગવિલાસ ભેગવનાર, વળી રત્નના તથા સુવર્ણના આભરણે ચક્રવર્તી અથવા તે શૈલેયાધિપતિ શ્રીમત્ જિનેશ્વરને ઘેર પણ ફેંકી દીધેલા પુષ્પની શાળાની માફક નિર્માલ્યતા પામતા નથી, તે આભરણે જેને ઘેર હમેશાં નિર્માલ્યપણું પામીને ફેંકી દેવાય છે, અને પછીથી તેની કોઈ સંભાળ પણ કરતું નથી, વળી જેને ઘેર સુવર્ણ તથા રત્નમય દેવદૂષ્ય વચ્ચે પણ શ્લેષ્માદિની માફક જુગુપ્સા કરવા લાયક ગણાય છે, ઉદ્યમવંત પુરૂષ જગતમાં પરિભ્રમણ કરે ત્યારે તેમાંના રત્નના વ્યાપારીઓને જેવું એક રત્ન પણ મળી શકતું નથી, તેવા રત્નના સમૂહ જેના પગની આગળ રખડે છે, અને તેવા રત્ન વડે જેના ઘરનું ભૂમિતળ બાંધેલું છે, વળી જેને મેનકારંભા-તિલોત્તમા વિગેરે રૂપસુંદરીઓને તિરસ્કાર કરે તેવી બત્રીશ પત્નીઓ છે, વળી જે કમીના રંગની જેમ હમેશાં રાગમાં, રંગાયેલ છે, જેની સ્ત્રીઓ પતિનાં વચનને અનુકૂળપણે વર્તનારી છે, સ્ત્રીઓની ચેસઠ કળામાં નિપુણ છે, હમેશાં પ્રતિક્ષણે પતિના ચરણની સેવામાં જેઓ તત્પર છે, જેના હાવભાવ તથા વિલાવડે પણ સ્નેહ પામે–મેહી જાય તેવા હાવભાવવાળી છે, જેઓના અંગમાં જરાપણ દોષ નથી, કામદેવે સર્વ શક્તિને ઉપગ કરી વહેંચી દઈને જાણે આ બત્રીશ સ્ત્રીઓ બનાવી હોય તેવી જ દેખાય છે, તેવી સ્ત્રીઓમાંથી એકેકને જે ત્યજે છે, તેવાને તમે કાતર–અહીક કહે છે, તેથી તમારૂં નિપુણપણું અને નિપુણતાનું જ્ઞાન આપ્યું ! તમે પણ બહુ નિપુણ દેખાઓ