________________ 654 ધન્યકુમાર ચરિત્ર. થવાથી પોતાના મનમાં જીવેના ઘાતને નિયમ દ્રઢપણે ગ્રહણ કરી નિવૃત્ત થઈને તે ઘેર આવ્યું. મૃગલીને ઘાત મરણમાં આવતાં તે વારંવાર પિતાના આત્માને નિંદતે હતું અને તેમ કરીને પૂર્વે કરેલા ઘણા પાપને તે ખપાવતે હતે. એક દિવસ કેટલાક લોકે રાજસભામાં પિકાર કરતા આવ્યા કે-“દેવ ! કેઈ અપૂર્વ નિપુણ ચેર ઉત્પન્ન થયે છે, તે નગરને લુંટી જાય છે, ઘણું ધનવંત શ્રેણી તેથી દરિદ્રભાવને પામી ગયા છે, અને અનિર્વચનીય કષ્ટ પામે છે.” તે વખતે રાજાએ કેટવાળને તથા સિપાઈઓને બેલાવીને કહ્યું કે –“અરે આ રક્ષકે ! કેમ ગામની રક્ષા કરતા નથી ?" તેઓએ કહ્યું કે“દેવ ! નગર મોટું છે, સિપાઈઓ છેડા છે, થોડા માણસોથી રક્ષણ થઈ શકતું નથી, તે ચોર થોડા માણસેથી પકડાતો નથી, કારણકે બહુ દુબુદ્ધિને ભંડાર છે, ઘણા ઉપાયે કર્યા, પણ તે હાથમાં આવતું નથી.” ત્યારે રાજાએ કહ્યું કે-“આજે હું જ તે ચેરને પકડી લાવીશ.” તે સાંભળીને લોકે બહુ રાજી થયા અને પિતપિતાને ઘેર ગયા. સાંજરે વિરધવળને લાવીને રાજાએ કહ્યું કે;-“વત્સ ! રે ઘણા લેકોને સંતાપ્યા છે, તેની રામ આપણને પણ લાગે છે. તેથી આજે સર્વ લશ્કર સાથે બજારમાં અપ્રમાદવંત થઈને મૌનપણે રહેવું કે જેથી એ ધૂર્ત હાથમાં આવી જાય. અમુક દિશામાં તુ જજે, બીજી દિશામાં હું જઈશ.' તે પ્રમાણે વિભાગ કરીને સ્થાને સ્થાને ચાકી મૂકી. સર્વે ચેકીદારો રાજાએ હુકમ કરેલ સ્થાને ગુપ્ત રીતે છુપાઈને રહ્યા. હવે તે રાત્રે તે ચોર દેવવાથી કુમારની ચુકી હતી તે વિભાગમાં આવ્યું. તે વખતે કુમારની આજ્ઞાથી તેના નેકરોએ ઘણા લેકે ન જણે તેમ તેને બાંધી લીધે. પછી કુમારે વિચાર્યું કે-“સવારે