________________ નવમ પાવ.' 53 તે વીરધવળ છે.” રાજાએ પૂછ્યું કે–“સ્વામિનું ! આ કોણ છે? ક્યાંથી આવ્યા છે? તેમણે મારો દિક્ષા અવસર કેવી રીતે જાણે? આ બધું કૃપા કરીને કહે.” ગુરૂએ કહ્યું કે-“તેનું વૃત્તાંત સાંભળે. વીરધવળનું વૃત્તાંત. - સિંધુદેશમાં વીરપુર નામે નગર છે, ત્યાં જયસિંહનામે રાજા રાજય કરે છે. તેને વિરધવળ નામે આ પુત્ર છે. તે મૃગયાને વ્યસની હોવાથી હમેશાં શિકાર કરવામાં તત્પર રહેતા હતા. એક દિવસ બાણવડે એક સગર્ભા મૃગલીને તેણે મારી. તેને ગર્ભ તડફડત ભૂમિ ઉપર પડતે દેખીને ભવિતવ્યતાના વેગથી કુમારને કરૂણા ઉત્પન્ન થઈ તેથી તે પિતાને જ નિંદવા લાગ્યું. અને વિચારવા લાગ્યું કે અહે! મેં સગર્ભા હરણીનો વધ કર્યો તે બહુ માઠું કર્યું. આ વનચર પશુઓ અનાથ, અશરણ અને દોષરહિત હોય છે, તેને અમારી જેવા રાજાઓ નિઃશંક રીતે હણે તેને તે રાંકડાઓ કેની આગળ પિકાર કરે કહ્યું છે કેरसातलं यातु यदत्र पौरुषं, कुनीतिरेषा ऽ शरणो ह्यदोषवान् / निहन्यते यद्वलिनापि दुर्बलो, हहा ! महा कष्टमराजकं जगत् // 1 // જેનાથી બળવાન, અદેવી અને અશરણ એવા દુબળને ભરાય છે, તે સામર્થ્ય રસાતળમાં જાઓ અહો ! આખું જગત્ અરાજક થઈ ગયું છે તે મહા કષ્ટની વાત છે.” इक्कस्स कए नियजीवियस्स, वहुयाओ जीवकोडिओ। दुःखे ठवन्ति जे केवि, ताणं किं सासयं जीयं // 1 // જેઓ પિતાના એક જીવને માટે ઘણું કરોડ જીવને દુઃખમાં , નાખે છે તેઓનું જીવિતવ્ય શું શાશ્વતું છે ? - આ પ્રમાણે વિચારીને હિંસામાં કેવળ અપરિમિત દે દેખીને અને દયામાં અપરિમિત ગુણે દેખીને કરૂણાની પુષ્ટિ