________________ વય પટણ. 6 % રાજ્યને લાયક પુરૂષને સંગ ન થાય ત્યાં સુધી આપજ રાજ્ય કરો. ન્યાયમાં એકનિષ્ઠ અને દુષ્કર્મથી વિમુખ થયેલા આપની જેવાને રાજયની પ્રતિપાલનામાં પણ મોટું પુન્ય જ છે. કારણકે“રાજા શુદ્ધ ધર્મમાં તત્પર હોય છે તેવું શ્રુતિવાકય છે. ગૃહ એ પણ અનેક પ્રકારના દાનદયાદિ ધર્મકર્મો કરીને સંસારને અંત કર્યો સંભળાય છે, પરંતુ અગ્યને રાજય આપ્યું સંભળાતું નથી. પ્રથમના સમયમાં ગૃહસ્થ પણ જિનેશ્વરની આજ્ઞા પાળીને જીવનમુકત એવું બિરૂદ મેળવતા હતા. વળી સિદ્ધાંતમાં પણ ગૃહસ્થલિંગે અનંતા સિદ્ધ થયા છે તેમ કહેલું સંભળાય છે, તેથી જ્યાં સુધી ચારિત્રને અંતરાય હેય ત્યાં સુધી તે આપજ રાજય કરે. જગતમાં પરોપકાર કરવા જે અન્ય ધર્મ નથી.” આ પ્રમાણેનાં મંત્રીનાં વચને સાંભળીને જરા હસી ચંદ્રધવળે કહ્યું કે–મંત્રિન ! તેં વચનરચનાવડે રાજયપાલનને ધર્મ મને દેખાડ્યો, પણ તે કોને માટે છે ? જે પાંચ મહાવ્રત પાળવામાં અશકત હય, મંદ વીર્યવાળા હેય, શિવકુમારની જેમ પિતાએ જેને રજા આપી ન હોય, પૂર્વે કરેલ પ્રશસ્ત ભક્તિના રાગથી જેને અતિશય પુન્યપ્રકૃતિને ઉદય હેય, અથવા અવિરતિના ઉદય સાથે પૂર્વે સંચય કરેલ પુન્યના સમૂહને ઉદય હેય તેને ચારિત્રધર્મ પ્રિય હેય, તે પણ ગૃહરપણામાં રહીને ન્યાયથી રાજ્ય કરતે તે જિનાજ્ઞા પાળે છે. વળી તેં કહ્યું કેગૃહસ્થ લિંગે અનંતા સિધ્યા છે તેમ સંભળાય છે, તે સાચું છે; પરંતુ તેઓને તથા પ્રકારની ભવિતવ્યતાને વેગથી, કર્મના પરિપાકના વેગથી, ઘણા ભેગ્ય કર્મોના ઉદયથી, અથવા બાધક કમની અલ્પતાથી તે પ્રમાણે બનેલું હોય છે, તે તે એકાંત અપવાદ માગે છે, તે રાજપંથ નથી. અને તેવા સિદ્ધોનું અનંતપણું તે