________________ નવમ પશિવ. હું આ સાધુઓને વહેરાવીશ તે તે આભવ પરભવ બંનેમાં મને ઘણું લાભ આપનારા થશે; ભક્તિથી હું અધિક આપીને લાભ મને જ થશે. વૃદ્ધો ને પ્રાકૃપણ હસ્તવાળા હોય છે. આજે મારા મહાભાગ્યને ઉદય થયો કે જેથી વિવાહના અવસરે મેદકથી ભરેલા ગૃહમાં નહિ આમંત્રેલા પણ જંગમ કલ્પવૃક્ષ જેવા સાધુઓ કઈ રથળેથી પધાર્યા. જન્મદરિદ્રીના ઘરમાં કામધેનુનું આગમન થાય તેવી રીતે આવું અતર્ષિત લાભનું સ્થાન મળે તેને કણ મુકી દે.” આ પ્રમાણે વર્ષોલ્લાસની વૃદ્ધિથી પ્રફુલ્લ હદચવાળા અને રોમાંચિત શરીરવાળા તેણે હર્ષ પૂર્વક સંખ્યા ગણ્યા વગર દકવડે શિખા સુધી થાળ ભરીને બંને હાથેવતી તે ઉપાડીને સાધુ પાસે આવી હસતા મુખથી કહ્યું કે “રવામિન! આ મેદા ગ્રહણ કરે. ત્યારે સાધુએ ઉપગ દઈને આગમાનુસારી શુદ્ધ આહાર જાણી કહ્યું કે-“દેવાનુપ્રિય ! આટલા બધા મેદકે શું કામ લા ? આ મેદકામાંથી યથાયોગ્ય અમને વહેરાવ. વધારેનું અમારે પ્રજનનથી. કોઈને અંતરાય થાય નહિ તેમ કરજે.” લક્ષ્મીચંદ્ર કહ્યું કે “સ્વામિન ! અંતરાય તે હવે ત્રુટેલો છે, કેમકે મારી જેવા રંકનું ઘર આપના ચરણન્યાસથી પવિત્ર થયું છે, વળી મારા મોટા ભાગેદથવડે ઘણા સાધુઓ સાથે શ્રી ધમધષ સૂરિ પધારેલા છે. આ મોદકે આપે રૂચિ પ્રમાણે આહારમાં લેવા અને બીજા અન્ય સાધુઓને આપવા. મારી હોંશ કૃપા કરીને પૂર્ણ કરે, પાત્ર પ્રસાર અને મને આપ ભવસમુદ્રમાંથી તારો.” આ પ્રમાણે તેને અતિ ભાવને ઉલ્લાસ જાણીને તે નિઃસ્પૃહી 'મુનિઓએ “આના ભાવને વ્યાઘાત ન થાઓ' એવા હેતુથી પગ - પ્રસાર્યું. પછી કુમારે પિતાના બંને હાથ વડે થાળ ઉપાડીને પરમ પ્રીતિવડે પાત્રમાં તથા રૈલીમાં તે સદ નાખવા માંડ્યા.