________________ ક૨૪૪ ધમાર ચરિત્ર એષણીય આહારની વેષણ કરવા આવ્યા છીએ.”ત્યારે લક્ષ્મીચંદે તે સર્વે શ્રેષ્ઠીને જણાવ્યું. શ્રેષ્ઠીએ તે સાંભળીને પુત્રને કહ્યું- “વત્સ! આ તપાધન મુનિએ પાંચસેના પરિવારથી પરવરેલા છે, તેમાં કોઈ વૃદ્ધ હશે, કોઈ ઉગ્ર તપસ્વી હશે, કઈ બહુશ્રત હશે, કઈ પ્રતિભાધારી હશે, કોઈ વૃદ્ધાવસ્થાથી જર્જરિત દેહવાળા હશે, કઈ વિવિધ અભિગ્રહધારી હશે, કે જુદા જુદા આગમના અભ્યાસમાં તત્પર હશે, કઈ જ્ઞાન હશે તો પણ શરીર ઉપર મૂછ રહિત હશે. તેઓ ને ભકિતથી પ્રતિલાભવાથી ઘણું પુન્ય થશે. કહ્યું છે કે पहसन्तगिलाणेमुं, आगमगाहीसु तहय कयलोए / उत्तरपारणगम्मिय, दिन्नं दानं बहुफलं होइ // 1 // પંથથી શાંત થયેલા, ગ્લાન, આગમ અવગાહવાવાળા, લેચ કરાવ્યું હોય તેવા તથા ઉત્તરવારણવાળાને હરાવવાથી બહુ ફળ થાય છે.' આ કારણથી હે વત્સ ! એ સાધુઓને સેળભેદક વહેરાવ વળી સાધુઓ ઘણા છે, તેથી ચાર-પાંચ સાધુઓને થાય એટલે આહાર દે, આપણા ઘરને ગ્ય દાન દેવું જોઈએ.” પછી લક્ષ્મીચદ્ર “એમ' કહીને નીચે જઈ વિચાર્યું કે–પિતાએ તે સાળ મેંદક વહેરાવવાની જ આજ્ઞા આપી છે પરંતુ સાધુઓ તે ઘણા છે. મારા વિવાહને માટે હજારો મેદો કરાવેલા છે, તે તે અવિરતિ, મિથ્યાત્વી, સંસારી જીવે ખાઈ જશે. આ નિસ્પૃહી તપસ્વીઓ રત્નપાત્રતુલ્ય છે, મહાપુન્યના ઉદયવડેજ તેઓને વેગ મળે છે. સાધુએ તે આહાર કરીને સ્વાધ્યાય, ધ્યાન, તપ જપાદિકમાં પ્રવર્તશે. સંસારી છે તે ભારે આહાર ખાઈને વિશેષ રીતે વિષયાદિકમાં પ્રવર્તશે, તેથી મારા વિવાહ માટે કરાવેલા મેદો જે છે . -