________________ 642 ધન્યકુમાર ચરિત્ર.. તેવામાં બું બારવ થ. થોડે આગળ તે ચાલ્ય તેટલામાં આગળ ગયેલા સાર્થના લેકેને વસ્રરહિત, પ્રાયે નાગી રિથતિમાં સામે દેડીને આવતા તેણે દીઠા. તે દેખીને વિસ્મિત થઈ તેણે પૂછયું કે તમારી આવી અવસ્થા કેમ થઈ?” તેઓએ કહ્યું કે-“ તું ધન્ય છે, તારા ધમને ધન્ય છે, તારી આસ્થાને ધન્ય છે! જેવી તારી ધર્મમાં સ્થિરતા છે તેવું જ તારૂં પુન્ય તને પ્રત્યક્ષ રીતે ફળેલું દેખાય છે. અમે ઉતાવળા થઈને આગળ ચાલ્યા, અરધે ગાઉ ગયા, તેવામાં ઘાડી ઝાડીમાંથી ધાડ પડી, ચોરેએ બધું લુંટી લઈ આવા કરીને અમને છોડ્યા. આખા સાથને તેઓએ લુંટી લીધે છે, કોઈને છોડ્યા નથી.”તે સાંભળીને શ્રેષ્ટીએ તેઓને વસ્ત્રાદિ આપ્યા, તેથી તેના યશની વૃદ્ધિ થઈ. શેઠે વિચાર્યું કે-“હવે આગળ જવું યુક્ત નથી, હું પુન્યથી ઉગર્યો છું, સર્વત્ર પુન્યબળને પ્રભાવજ જાગૃત છે. જો પુન્યબળ હોય તે ઘેરબેઠાજ લાભ થાય છે. આજથી હવે બળદરદિવડે દેશાંતર જઈને બર કર્માદિ વ્યાપાર કરે મને યેગ્ય નથી, કારણકે શાસ્ત્રમાં તેનું મોટું પ્રાયશ્ચિત કહ્યું છે. આજથી એવા વ્યાપારને હું યાજજીવ ત્યાગ કરૂં છું.” આ પ્રમાણે નિયમ કરીને પાછો વળી તે ઘેર આવ્યો, તે વખતે તેના પુન્યબળથી કાંચનપુરમાંથી વસંતપુર જઈને વેચવા માટે જે કરિયાણું તેણે લીધું હતું, તેની કાંચનપુરમાંજ કિંમત વધી ગઈ, શ્રેષ્ઠીએ તે વેચીને વસંતપુરમાં મળત તે કસ્તાં અધિક લાભ મળે. એ રીતે શેઠને લાભ, યશ અને ધર્મ ત્રણેની વૃદ્ધિ થઈ. લેકે પ્રશંસા કરવા લાગ્યા કે- " આ શેઠને ધન્ય છે! જેવી તેની ધર્મમાં દ્રઢતા છે, તેવી જ ગૃહમાં રહેલા તેને ધનની વૃદ્ધિ થઈ છે.” પછી તે ધનવડે ધીમે ધીમે તે ઘણે વ્યાપાર કરવા લાગ્યું, અને પુન્યબળથી ધીમે ધીમે તેની લક્ષ્મી