________________ તે ચાલ્યા, ત્યારે તેણે વચનથી કહ્યું કે “અરે અમુક! મેં સામાયિક લીધેલ છે. તે સાંભળીને સ્વાર્થપ્રિય કેટલાક લેકે બેલવા, લાગ્યા કે– શેઠની નિપુણતા જુઓ, સામાયિક માટે કે વખત પસંદ કર્યો છે, દૂર પ્રયાણ કરવું છે. અરૂણદય થયે તડકે થશે, લેક અને બળદો તડકામાં પીડા પામશે, પશુઓ ભાર વહેતાં ભૂખ્યા થશે તેપણ ઉતારે કરશું ત્યારેજ આહાર મેળવશે, છતાં આ તે. પિતાનું ધર્મરસિકપણું જણાવવા માટે સામાયિક લઇને બેઠેલ છે.” તે પ્રમાણે બેલતાં ગાડાં જેડીને તેઓ ચાલવા લાગ્યા. કેઈ મુખે દાક્ષિણ્યતા દેખાડતા “અરે શ્રેષ્ટિ ! અમે જતા નથી, ગાડાં જોડીને માર્ગે ઉભા રાખીએ છીએ, તમે તાકીદે આવજે, વિલંબ કરશે નહિ.” તેમ કહીને આગળ ચાલ્યા. શેઠના શકટ અને બળદો ત્યાંજ રહ્યા. બીજું કઈ રહ્યું નહિ. તે વખતે શ્રેષ્ઠીએ વિચાર્યું કે“આવા પાપબુદ્ધિવાળાની મિત્રતાને ધિક્કાર છે, સર્વે એકલા વાથંમાંજ તત્પર છે. મારે તે ખરો ધર્મજ સહાયભૂત છે. તે કાંઈ ગયે નથી. હવે પછી આવાની સાથે મિત્રતા કરવી નહિ. કહ્યું છે કે - सो चिय मित्तो किज्जइ, जो किर पत्तम्मि वसणसमयम्मि। न हु होइ परामूओ, सेलसीलाघडिअपुरिसुव्व // 1 // તેજ મિત્ર કરે કે જે આપત્તિનો સમય પ્રાપ્ત થાય તે પણ પથ્થરથી ઘડેલા પુરૂષની જેમ કદિપણ પરાડભુખથતા નથી. વળી– ઉત્તમની સાથે સંગતિ, પંડિતની સાથે વાતચિત અને લભી ન હોય તેવાની સાથે મિત્રતા કરવાથી કેઈ પણ વખત દુઃખ થતું નથી. - હવે તે માટે “પુન્યોદયજ સર્વત્ર બળવાન છે. એ લેધક, જિ માનવી.” પછી સામાયિક પૂર્ણ થયે તેણે પાછું, અને બધા સરસામાન તૈયાર કરીને તે ચાલવાની તૈયારી કરતા હતા, * 81 ..