________________ ધન્યકુમાર ચરિત્ર. કમ ખપાવી, કેવળજ્ઞાન પ્રાપ્ત કરી, પૃથ્વી ઉપર વિચરી ઘણા ભવ્યજીને પ્રતિબંધી, અંતે એક માસની સંખના કરી, અને ઘાતી કર્મોને પણ વેગનું રૂંધન કરવાવડે ખપાવી દઈ ભહાનદ પદને પ્રાપ્ત કર્યું. ચંદ્રધવળને રાજ્ય મળ્યા પછી તે ન્યાયપૂર્વક રાજ્ય ચલાવવા લાગ્યું. તેણે યુક્તિથી પૂજેલા પેલા સુવર્ણપુરૂષના હાથ, પગ છેડ્યા હતા છતાં તે નવા ઉત્પન્ન થયા. આ પ્રમાણે પ્રતિદિવસ થવાથી સુવર્ણ વડે તેનો ભંડાર અક્ષય થઈ ગયે. એક દિવસ દારિદ્રયપીડિત લેકેને દેખીને કરૂણા આવવાથી ચંદ્રધવળ રાજાએ તે સુવર્ણ પુરૂષમાંથી ઉત્પન્ન થયેલ સુવર્ણવડે આખા વિશ્વને દારિદ્રય રહિત કરીને આખી પૃથ્વીને અનૃણી કરી અને પિતાને ચંદ્ર નામને સંવત્સર પ્રવર્તા. તે રાજાને એક દિવસ પાછલી રાત્રે જાગ્યા પછી રાજયચિંતા કરતાં ધમંદા સાંભર્યો. “અહો ! પ્રમાદની બહળતાથી તથા રાયકાર્યમાં મગ્ન થવાથી પરોપકારી, કૃતકાર્યને જાણવામાં શિરોમણિ એવા મારા પરમમિત્ર ધર્મદત્તને મેં કઇ દિવસ સં. ભાર્યો પણ નથી, તેથી આજે સવારે જ તેની તપાસ કરાવીને તેને સભામાં બોલાવી, અતિ આદરપૂર્વક સન્માન આપું અને પ્રીતિલતાની વૃદ્ધિ કરૂં.” આ પ્રમાણે વિચારતાં પ્રભાત થયું. પછી રાજાએ શસ્યામાંથી ઉઠી પ્રભાતનાં કૃત્ય કરીને, રાજસભામાં આવી, નગરમાં રહેનારા લેકેને પૂછયું કે-“શ્રીપતિશ્રેણીને પુત્ર ધર્મદત્ત અહીં છે કે દેશાંતરે ગયેલ છે?” તેઓએ કહ્યું ક– વામિન ! તેણે દેશાંતરમાં જઈને ઘણું દ્રવ્ય ઉપાઈ, ઘેર આવીને તેના પિતાનું નામ ઉજવલિત કર્યું છે. હાલ તે નગરમાં તેની જે બીએ કૅઈ શ્રેણી નથી, આખા નગરમાં તેજ મુ