________________ 598 ધન્યકુમાર ચરિત્ર. હાણ ચલાવ્યું. સુખે સુખે તેઓ જતા હતા, તેવામાં એક દિવસે પ્રતિકૂળ પવનના વેગથી વહાણુ ભાંગી ગયું, પરંતુ ધર્મદત્તનાં હાથમાં એક પાટ્યુિં આવી ગયું, તેના આધારથી સમુદ્રને એળંગીને પત્નીની શિખામણ સંભારતે કેટલેક દિવસે તે કિનારે આ પછી બહાર નીકળીને ભયંકર સમુદ્રને જેતે તૃષિત થયેલો તે બે કે - वेलोल्लालितकल्लोल !, धिक् ते सागर ! गर्जितम् / यस्य तोरे तृषाक्रान्तः, पान्थः पृच्छति कूपिकाम् // 1 // ભરતીની છોળોથી કલૅલને ઉછાળતા હૈ સાગર ! તને ધિક્કાર છે, કે જેને કિનારે ઉભા રહેલા તૃષાતુર મુસાફરને કુવા શોધવો પડે છે.' આ પ્રમાણે કહીને પાણી માટે કાંઠા ઉપરના વનમાં ભટકતાં એક જળથી ભરેલ તળાવ જોઈને તે આનંદ પામ્યો. અને વિચારવા લાગ્યું કે --- पृथिव्यां त्रीणि रत्नानि, जलमनं सुभाषितम् / मूढः पाषाणखंडेषु, रत्नसंज्ञा विधीयते // 1 // પૃથ્વીમાં ત્રણ રત્નો જ ખરા છે, જળ, અન્ન અને સુભાષિત. પાષાણના ટુકડામાં રત્નની સંજ્ઞા તે મૂઢ લેકેજ લગાડે છે.” પછી વસૂવડે ગળીને તેણે મીઠું જળ પીધું અને તેના કાંઠા ઉપરના વૃક્ષની છાયા નીચે સમુદ્ર ઉલ્લંધનથી લાગેલ શ્રમથી વિધિચિંતા કરતે તે બેઠે. નિદ્રાથી તેના નેત્ર મળી ગયા, તે ઉંઘી ગયે. તેવામાં કેઈએ તેને ઉપાડ્યો. તે જાગી ગયે, અને પિતાને ઉપાડેલ જાણીને તે જોવા લાગ્યું, ત્યારે એક મોટા શરીરવાળા ભયંકર રાક્ષસને જોઈને તે ભય પામે, અને આંખો વીં 1 અનાથની કૃપણ પ્રત્યેની ઉક્તિ પણ આવી જ હોય છે.