________________ - નવમ પલવ. પર્ટ યાણાની લેવડદેવડ ચાલતી હતી, હાલ તે અવસરને અનુકૂળ વ્યાપાર કરે છે. આ પ્રમાણે લેકની વાત સાંભળીને તે મનમાં લજવાતે અને બેલતે કે -હું પિતા કરતા અતિશય પુન્યહીન દેખાઉં છું, તે મારા દોષથી જ થયો છું.” . એક દિવસ ઉદાસ થઈ ઘેર જઈને તેણે પત્નીને કહ્યું કે–“પ્રિયે! હું વ્યાપાર કરવા માટે સમુદ્ર તે જવા ઈચ્છું છું.” કહ્યું છે કે-શેરડીનું ક્ષેત્ર, સમુદ્ર, જાતિવંત પાષાણ તથા રાજાની કૃપા તે દારિદ્રયને શિઘ્રતાથી નાશ કરે છે. તેણીએ કહ્યું કે-“વહાલા ! સમુદ્ર ગમન અતિ દુષ્કર છે અને દ્રવ્યની પ્રાપ્તિ તે સર્વ સ્થળે પુન્યાનુસારે જ થાય છે; સમુદ્રમાં સમુદ્ર જેટલું, સરોવરમાં સરોવર જેટલું, અને ઘડામાં ઘડા જેટલું જ પાણી સમાય છે.” આ પ્રમાણેનાં પત્નીનાં વચને સાંભળીને ધર્મદત્તે કહ્યું કે विद्या वित्तं च सत्वं च, तावन्नाप्नोति मानवः / यावद् भ्रमति नो भूमौ, देशाद् देशान्तरं भृशम् // 1 // જયાં સુધી એક દેશથી બીજા દેશમાં તેમજ જુદી જુ દિી ભૂમિમાં માણસ ભમતું નથી, ત્યાં સુધી વિદ્યા, ધન તથા બળ તે મેળવી શકતું નથી.' તેથી સમુદ્ર તરીકે હું અન્ય દેશમાં જઈશ. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી બંધાયેલ હોય તે તે તેનું તેજ રહે છે, પણ અન્ય દ્રવ્યાદિને સંગ થતાં ભાગ્ય ફળે છે, નહિ તે ફળતું નથી, તેથી તે ક્ષેત્રમાં જે પ્રાપ્ત થવાનું છે તે અહીં કેવી રીતે મળે.' આ પ્રમાણે તેણે પ્રિયાને ઉત્તર આપીને અને સ્વજનાદિકને ઘર સાચવવાનું કહીને તે તે દેશને લાયક કરિયાણું લઈ એક વહાણ તૈયાર કરાવીને તેના ઉપર તે બેઠે. પ્રથમ કર્કોટક દ્વીપ તરફ વ