________________ નવમ પાવ. 595 “આનંદિત મનથી હમેશાં પતિનું સ્થાન તથા માન જોયા કરે અને હમેશાં ભતરને પ્રીતિ ઉત્પન્ન કરનાર થાય તેજ નારી, બીજી નારીજ નહિ.' પછી તેણુએ બહુમાનથી તેને ભદ્રાસન આપ્યું, ત્યાં તે ઠે. ઘરની બધી સ્થિતિ પૂછી. તેણુએ પણ જે બન્યું હતું તે બધે વૃત્તાંત તેની આગળ કહી સંભળાવે, તેથી દુઃખી થઈને તે વિચારવા લાગ્યો કે– सौरभ्याय भवन्त्येके, नन्दना चंदना इव / मूलोच्छित्यै कुलस्याऽन्ये, बालका वालका इव // 1 // કેટલાક પુત્ર ચંદનની જેમ કુટુંબને શોભા આપનાર થાય છે, ત્યારે બીજા વળી વાલકની જેમ કુળનું મૂળથી છેદન કરનાર થાય છે.” स एव रम्यः पुत्रो यः, कुलमेव न केवलम् / पितुः कीर्तिं च धर्म च, गुरुणां चाऽपि वर्धयेत् // 2 // તેજ ખરે સુંદર પુત્ર છે કે જે કેવળ કુળને જ નહિ પણ બાપની કીર્તિને ગુરૂને તથા ધર્મને પણ વધારે છે.' આ પ્રમાણે ખેદ કરતે જોઈને તેની પત્નીએ તેને કહ્યું કેસ્વામિન ! હવે શેક કરવાથી શું ફાયદો? કહ્યું છે કે - का मुंडित मूर्ध्नि मुहूर्तपृच्छा?, गते च जीवे कील का चिकित्सा ? / पके घटे का विघटा घटन्ते?, प्रतिक्रिया काऽऽयुपि बद्धपूर्वे // 1 // - માથું મુંડાવ્યા પછી મુહૂર્તની પૃચ્છા શા કામની? જીવ ગયા પછી ચિકિત્સા શા કામની ? પાકા ઘડા ઉપર કાંઠા કેવી રીતે ચઢે? અને આયુષ્ય બંધાયા પછી તેમાં ફેરફાર કેવી રીતે થાય?? તેથી હે પ્રાણે! હજુ પણ જો તમે સાવધાન થશે, તે સર્વ સારૂં થશે.” પતિએ કહ્યું“પ્રિયે ! દ્રવ્ય વિના સાવધાન